ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ વારંવાર પ્રામાણિકતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે.અકસ્માતોના બનાવોમાં દર્દીઓના ગજવામાંથી ઘણી ચીજવસ્તુઓ મળી આવતી હોય છે જેને ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પરત કરતા હોય છે.
જેમ કે તાજેતરમાં ખરોડ પાસે ટ્રક અને મોટરસાયકલના અકસ્માતમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કોસંબામાં રહેતા રવિ શર્માને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.રવિભાઈના ગજવામાંથી રોકડ અને સોનાના દાગીના મળી એક લાખ રૂપિયાની મતા હતી.જે ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રામાણિકતા દાખવી રવિભાઈના સગા-સંબંધીઓને પરત આપી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Advertisement