મળસ્કાના સમયથી જ જ્યારે ભરૂચ જિલ્લાના લોકો ઉંઘમાંથી ઉઠી રહ્યા હતા ત્યારે ભારતીય વાયુસેનાના પરાક્રમની વાતો જાણી વાયુસેનાને મનોમન અભિનંદન પાઠવી રહ્યા હતા.આતંકવાદનો ખાત્મો ક્યારે થશે અને આતંકીઓને ક્યારે બોધપાઠ તેમની જ ભાષામાં અપાશે તેની આતુરતા પૂર્વક ભરૂચ જિલ્લાના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા હતા.પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને ખરી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુ સેનાએ આપી હોવાનું ભરૂચ જિલ્લાના લોકોની લાગણી જણાતી હતી.આતંકવાદી હુમલાબાદ દરરોજ શહીદોના માનમાં મૌન રેલી તેમજ અન્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાતા હતા.આ કાર્યક્રમમાં લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ.લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.આખરે ભરૂચ જિલ્લાના રહીશોની લાગણી અને માંગણી સંતોષાતી હોય તેમ ભારતીય વાયુસેનાના સાહસિક અને પરાક્રમી સૈનિકોએ વહેલી સવારે ૩૦૦ કરતાં વધુ આતંકીઓને અને તેમના અડ્ડાઓનો નાશ કર્યો.ભરૂચ જિલ્લાના રહીશો આ વીર સૈનિકોને સલામ કરે છે.
વાયુસેનાના જવાનોની જવાબી કાર્યવાહીની ભરૂચ જિલ્લાના રહેવાસીઓ પર અસર જાણો કેવી…
Advertisement