રાજપીપળા:રાજપીપળાના રાજવી પરિવારના સભ્યોએ વર્ષ 1942 થી આજ દીન સુધીનાં તમામ યુધ્ધ અને આતંકી વિરુધ્ધ થયેલ કાર્યવાહીમાં ભાગ લીધો,3-3 પેઢીથી દેશસેવા કરતા પરીવારને અત્યાર સુધી મળી ચુક્યા છે 9 મેડલ.હજુ પરીવારનાં જે નવયુવાનો અભ્યાસ કરી રહ્યા છે તે પણ આર્મીમાં જવા થનગની રહ્યા છે.રોયલ ફેમીલી હોવા છતા આજે પણ દેશસેવાની ભાવનાં અક્બંધ.રાજપીપળામાં આ પરીવારને ફૌજી પરીવાર તરીકે સંબોધિત કરાય છે.
રાજપીપળાના દીલીપસિંહજી ગોહીલ 1942 માં ભરતી થયા.લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલે 1948 ના અને 1962ના બીજા વિશ્વયુધ્ધમાં ભાગ લીધો.લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના પુત્ર મેજર જનરલ રણધીરસિહજી ગોહીલ 1971નાં યુદ્ધમાં ભાગ લીધો અને જ્યાં જ્યા આતંકવાદનો ઓછાયો હતો તેવા નાગાલેન્ડ,મણીપુર,કાશ્મીર,પંજાબ દરેક જગ્યાઓ પર દેશનાં દુશ્મનોનો સફાયો પણ કર્યો.લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના બીજા પુત્ર મેજર યશોરાજસિહજી ગોહીલ 1975 થી 1980 સુધી ફરજ બજાવી બાદમાં કચ્છ અને પાલનપુર ખાતે બોર્ડર વિંગમાં 20 વર્ષ સુધી ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી છે.લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલના ત્રીજા પુત્ર કેપ્ટન ભરતસિંહજી ગોહીલ કારગીલ યુધ્ધમાં બરફનાં લીધે આંગળીઓ કાપવી પડી જેથી હાલ અન્ય વિભાગમાં ફરજ બજાવે છે.મેજર જનરલ રણધીરસિહજી ગોહીલના પુત્ર કર્નલ અભયસિંહજી ગોહીલ કારગીલ યુદ્ધમાં ઘાયલ હોવા છતાં યુધ્ધ્માં જીત મળતા ભારતીય ત્રીરંગો પણ ફરકાવ્યો હતો કાશમીરમાં ૫ વર્ષ સુધી આતંકવાદીઓ સામે ઓપરેશનમાં સામેલ રહ્યા અને હાલ પણ હજુ આર્મીમાં ફરજ બજાવે છે.ત્રણ પેઢીથી આર્મીમાં સેવા આપી છે બાદ મેજર જનરલ રણધીરસિહજીના બે ભત્રીજાઓ જેઓ હાલ અભ્યાસ કરે છે તે પણ આર્મીમાં જવા માટે ઉત્સુક છે.
પુલવામાં હુમલા બાદ સમગ્ર દેશમાં પાકીસ્તાનની સાથે બદલો લેવાની ભાવનાં જાગી છે પરંતુ મેજર જનરલ રણધીરસિંહજી ગોહીલનાં જણાવ્યા મુજબ યુધ્ધ અંગે આર્મી નિર્ણય નથી લેતી આ નિર્ણય સરકારે લેવો પડશે.યુધ્ધ કરવુ આસાન પણ નથી હોતુ પણ અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપવુ પડે છે.યુધ્ધ એક વખત શરૂ તો થાય છે પણ તેનો અંત કેવો હોય છે તે કોઇ જાણતુ નથી.આપણા પ્રધાનમંત્રી જે કાઇ કરી રહ્યા છે તે બીલ્કુલ સાચુ કહી રહ્યા છે.દેશસેવાની ભાવનાં અંગે વાત કરતા મેજર જનરલ રણધીરસિંહજી ગોહીલે કહ્યુ કે,એવુ તો હોઇ જ ના શકે કે અમારામાં દેશ પ્રત્યે ભાવનાં ન હોય પરંતુ અમારા દીલમાં જે મહેસુસ થાય છે તે અમે કર્યુ છે.અને આજે પણ મારા દીકરા કર્નલ અભયસિંહને જે મોરચે લઢવા મોકલશે ત્યા તે જશે અને જે રીતે અમે સેવા કરી તે જ રીતે પણ મારો દીકરો ગર્વથી સેવા કરશે.
ભારતનો દુશ્મન અને આતંકી મસુદ અઝહર કે જે 1993માં હરકત- ઉલ- અંસાર નામનું આતંકી સંગઠન ચલાવતો હતો અને બાદમાં વિમાન હાઇજેકિંગ વેળા તેને પ્રવાસીઓની જાન બચાવવા છોડવો પડયો બાદમાં પાકીસ્તાને તેને ખુલ્લી છુટ આપી હતી અને બાદમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ મુશરરફને બે વાર મારવાની પણ કોશીષ કરી હતી.અને હવે તે જ નવા આંતકીઓને તાલીમ આપી ભારત મોકલી રહ્યો છે.ભારત અને અફઘાનમાં પણ તે આંતક ફેલાવી રહ્યો છે.પુલવામામા કારમાં વિસ્ફોટક ભરીને જે હુમલો થયો છે તે અન્ય દેશોમાં સામાન્ય બાબત છે પરંતુ ભારતમા આ સામાન્ય વાત નથી અગાઉ એકાદ વાર જ આ પ્રકારે હુમલો થયો હતો જો કે હવે આ છેલ્લી વખત હશે પરંતુ હવે આવુ કરવુ તેમનાં માટે આસાન નહી હોય . નિવ્રુત મેજર જનરલ રણધીરસિંહે 1971નાં સંસ્મરણ વાગોળતા જણાવ્યુ હતુ કે,આ યુધ્ધ્થી પાકિસ્તાન પરાસ્ત થયુ હતુ અને ભારતે બાંગ્લાદેશને જન્મ આપ્યો જેમાં આપણે પાકીસ્તાનનાં 93000 સૈનિકોને બંધક બનાવ્યા હતા.
રાજપીપળાના આ રાજવી પરીવારે 3-3 પેઢીઓથી આર્મીમાં ફરજ બજાવી છે.જેનાં ભાગરૂપે સરકારે આ પરીવારને 9 જેટલા મેડલ આપી સન્માનીત પણ કર્યા છે.આ દેશનું એક્માત્ર પરીવાર છે કે,જે ત્રણ ત્રણ પેઢીથી આર્મીમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવી છે. જેમને આર્મીમાં સેવા બજાવવા બદલ આટલા મેડલ મળ્યા હોય.આ પરીવારનાં પ્રત્યેક સભ્યને ઓછામાં ઓછો 1 એવોર્ડ તો મળ્યો છે.જેમાં સેવા નિવ્રુત્ત મેજર જનરલ રણધીરસિહજી ગોહીલને 4-4 મેડલ મળ્યા છે.જેમાં સેના મેડલ,ઉત્તમ યુધ્ધ સેના મેડલ,અતિ વિશિષ્ટ યુધ્ધ સેવા મેડલ મળી ચુકયા છે.
■રાજપીપળાના રાજવી પરિવારના સભ્યો કે જેમણે
1942 થી 2019 સુધીનાં દરેક યુધ્ધમાં ભાગ લીધો
(1)લેફટન્ટ કર્નલ દીલીપસિંહજી ગોહીલ (સેવાનિવૃત્ત) (1942 થી 1971)
(2)મેજર જનરલ રણધીરસિહજી દીલીપસિંહજી ગોહીલ (સેવાનિવૃત્ત) (1968 થી 2005)
(3)મેજર યશોરાજસિહજી દીલીપસિંહજી ગોહીલ 1975 થી 1980(સેવાનિવૃત્ત)(બાદમાં બોર્ડર વિંગમાં)
(4)કેપ્ટન ભરતસિંહજી દીલીપસિંહજી ગોહીલ કારગીલ યુધ્ધમાં બરફનાં લીધે આંગળીઓ કાપવી પડી જેથી હાલ અન્ય વિભાગમાં ફરજ બજાવે છે.
(5)કર્નલ અભયસિંહજી રણધીરસિહજી ગોહીલ (1988 થી કાર્યરત)કારગીલ યુધ્ધમાં.