ભરૂચ નગરમા કલાનો વિકાસ થાય,બાળકો,વિદ્યાર્થીઓ અને તમામમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવી ઈચ્છા દરેક દંભી રાજકારણીઓ વખતોવખત વ્યક્ત કરે છે.કલા કુંભનું આયોજન પણ આજ હેતુથી કરવામાં આવે છે પરંતુ આ દંભી રાજકારણીઓને કોણ અને ક્યારે પૂછશે કે કલાકારોને કલાનું પ્રદર્શન કરવા રંગમંચ કોણ પૂરું પાડશે? પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ગરીબ આર્થિક પરિસ્થિતિ ધરાવતી શાળા અને સંસ્થાઓને પોશાય નહિ એ સ્વભાવિક છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય કલાકારો માટે ઓપન એર થિયેટર જેવું રંગઉપવન એકમાત્ર પર્યાય છે પરંતુ તેનો ઉપયોગ કલાકારો કરતા રાજકારણીઓએ વધુ કર્યો. દરેક નગર પાલિકાના બજેટમાં રંગઉપવનના આધુનિકરણ અંગે કલાકારોને લોલીપોપ આપવામાં આવ્યું આ વર્ષોથી ચાલતું આવ્યું છે.રંગઉપવનની સામેના ઝાડી-ઝાંખરા પણ જંગલી ઝાડ જેવા મોટા થઈ ગયા છે પરંતુ જાડી ચામડીના રાજકારણીઓને હજી રંગઉપવનને નજીવા ખર્ચે રિનોવેશન કરવાનું સૂઝતું નથી માત્ર કલાકારોની હાય લેવામાં આવે છે.
પાંચબત્તી વિસ્તારમાના રંગઉપવનના આધુનિકરણ અંગે વર્ષોથી અપાતા લોલીપોપ… કોણે આપ્યા અને કેમ આપ્યા ?
Advertisement