Proud of Gujarat
FeaturedGujarat

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

Share

રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારોએ હડતાલનું રણસીંગુ ફૂંકતા સરકારની ઊંઘ ઉડી ગઈ છે .

વાલ્મિકી સમાજ રાજપીપળાના કાર્યકારી પ્રમુખ રોહિત સોલંકી સહીતના આગેવાનો અને કામદારોએ સોમવારે રાજપીપળા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર અમિત પંડ્યાને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે વાલ્મિકી સમાજ ગુજરાતમાં સ્વચ્છતા રાખે છે અને નિષ્ઠા પૂર્વક સેવા કરે છે તેમ છતા સફાઈ કામદારોને હકક અધિકારથી વંચિત રાખવામાં આવે છે.તમામ અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવા છતાં આજ દિન સુધી કોઈ ઘ્યાન દોરવામાં આવ્યું નથી જેથી ના છુટકે ગુજરાતના તમામ સફાઈ કામદારો તા.૫/૩/૨૦૧૯ ના રોજ સફાઈ બંધ કરી હડતાળ ઉપર ઉતરવાના છીએ.તો સફાઈ કામદારોને માગણીઓ પર ધ્યાન આપવા ગુજરાતના તમામ વાલ્મિકી સંગઠનો અને સકાઈ કામદારો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે સકાઈ કામદારોને યોગ્ય ન્યાય આપશો.

Advertisement

શુ છે વાલ્મિકી સમાજની મુખ્ય માંગણીઓ ?

ગુજરાતની તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં, ગ્રામ પંચાયતોમાં સફાઈ કામમાં કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે કોન્ટ્રાકટ પઘ્ધતિ રદ કરી આ સફાઈ કામદારોને કાયમી કરવા બાબત,162 નગરપાલિકાઓમાં વર્ષોથી રોજમદાર તરીકે સેવા બજાવતા સફાઈ કામદારોને કાયમી કરો,162 નગરપાલિકાઓમાં વર્ષોથી સકાઈ કામદાર તરીકે સેવા બજાવે છે તેમના માટે રોસ્ટર પ્રથા હોવી જોઈએ નહી તેમને સીધે સીઘી ભરતી કરવી.સરકારનો પરિપત્ર 2007 નો તથા 2010 નો પરિપત્ર આજ દીન સુધી અમલ કરવામાં આવ્યો નથી તે અમલ કરવો જોઈએ.


Share

Related posts

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!