કોમી એકતાના માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા.સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ નિકાહ પઢયા.
મોરબીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હિન્દૂ મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા.કોમી એખલાસભેર માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જોકે આ સમુહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ પણ નિકાહ પઢયા હતા.
મોરબીના દરબાર ગઢ ખાતે આજે કોમી એકતાના સુંદર વાતાવરણમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમાજના 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અહેમદ હુશેન બાપુ,મહંત ભાવેશ્વરીબેન, દામજી ભગત,સહિતના બન્ને સમાજના મહાનુભવો અને મોટી સંખ્યામાં બન્ને સમાજના લોકો એકજ મંડપ નીચે એકત્ર થયા હતા અને એકજ મંડપ નીચે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિના મંત્રોચ્ચાર તેમજ કલમાં પઢાતા સમૂહ લગ્નનું સમગ્ર વાતાવરણ કોમી એકતા મય બની ગયું હતું.આ સમૂહલગ્નમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જોકે હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતા અહેમદ હુશેન બાપુની દીકરી આયેશાબાનુના પણ લગ્ન આ જ સમૂહ લગ્નમાં યોજાયા હતા.આ સમુહલગ્નમાં દીકરીઓને કરિયાવર રૂપે કિંમતી ભેટ સોગાદો આપવામાં આવી હતી.આ સમૂહ લગ્નને સફળ બનાવવા બન્ને સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.