તાજેતરમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે સમગ્ર પંથકમાં ઠેક-ઠેકાણે લગ્નપ્રસંગોનું આયોજન ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું હતું. સરકારી અમલદારો, પોલીસ અમલદારો જેવા ઉચ્ચ સ્તરના સરકારી અમલદારો તેમજ રાજકારણીઓને ત્યાં પણ આ વર્ષ લગ્નની મોસમમાં ખુબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાયા હતા. આવા પ્રસંગે લગ્ન પ્રસંગના મુખ્ય આયોજક સ્વભાવિક રીતે દરેક કામ ન કરી શકે તેથી કેટલાક કામો તે સ્વજનોને કે મિત્ર મંડળોને આપતા હોય છે જેમાંનું એક મહત્વનું કામ કંકોત્રી વહેંચણીનું હોય છે નજીકના વ્યક્તિઓ મોટા ઉપાડે કંકોત્રી અને અન્ય બાબતોની જવાબદારી પોતાના શિરે લઈ લે છે ત્યારબાદ આ બાબતે પણ પેટા કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ પડતી હોય તેમ નજીકનો વ્યક્તિ તેની નજીકના વ્યક્તિને કામ સોંપતો હોય છે એકનું કામ બીજાને સોંપતા પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લગ્ન પત્રિકાઓ લગ્નપ્રસંગનું આયોજન થઈ જાય ત્યાં સુધી સામી વ્યક્તિને મળતી નથી જેના પગલે લગ્ન-પ્રસંગના આયોજક ને એમ થાય છે કે આ માણસ મારા આવા મહત્વના કાર્યક્રમમાં ન આવ્યો તે ખોટું કર્યું. આયોજકને ખબર નથી હોતી કે પત્રિકા જ નથી મળી આમ સંબંધોમાં ખટાશ આવે છે. તિરાડ પડે છે.
અગાઉ ટપાલ દ્વારા મોકલાતી પત્રિકાઓમાં એવું બનતું કે લગ્નપ્રસંગ પછી પત્રિકા મળે અથવા તો દાદાની તબિયત ખરાબ છે એવો પત્ર દાદાનું તેરમું થાય ત્યારે મળે આ બધા ટપાલ વ્યવસ્થાના કિસ્સાઓ બાદ આંગળિયાત પદ્ધતિ અમલમાં આવી તેમ છતાં આવા છબરડા થતાં રહે છે.