અંકલેશ્વર
25.02.19
એક મહિના અગાઉ સંખેડા તાલુકા હદ માં અને જાંબુગોઢા અભિયારણ હદ વિસ્તાર માં કેમિકલ ડ્રમો ભરેલ ટ્રક ને ખાલી થતી વખતે ગ્રામજનો એ પકડી પડેલ અને વન વિભાગ ને સુપ્રત કરેલ હતું જેની તપાસ વન વિભાગ દ્વારા ચાલતા વન વિભાગના RFO ફિરોઝ ખત્રી દ્વારા ટ્રક ના જુના મલિક, નવા મલિક, ટ્રાન્સપોર્ટર ,દ્રાઈવર અને કેમિકલ ભરાવનાર અને ખાલી કરાવનાર એવા વડોદરા ના શાહ આલમ રહે. નવા યાર્ડ વડોદરા ની ઘરપકડ કરવામાં આવી છે . અને કબૂલાત ના આધારે આ તપાસ નો રેલો અંકલેશ્વર સુધી પોહનચ્યો છે. દ્રાઈવર ના જણાવ્યા મુજબ આ કેમિકલ અંકલેશ્વર ના યોગી એસ્ટેટ ના પ્લોટ ન. 173 માંથી ભરવામાં આવ્યું હતું. અને ભરાવનાર અંકલેશ્વર ના ગુડડું રહેવાસી રોશન સોસાયટી અંકલેશ્વર મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળેલ છે અને એની તપાસ માટે વન વિભાગ ની ટિમ પોહનચતા એ હાલ ફરાર છે અને વન વિભાગે ગુડડું ને પકડવા પોલીસ ની મદદ માંગતો પત્ર લખવામાં આવ્યો છે.
અગાઉ બે વ્યક્તિ ના મરણ બાબતે નો મુખ્ય સૂત્રધાર પણ અંકલેશ્વર ના હોવાનું કહેવામાં આવે છે. આમ કેમિકલ માફિયા ઓ માટે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પસન્દગી ની વસાહત બની છે.
હાલ ઉપરોક્ત તપાસ ચાલુ જ છે ત્યાં ગત રાત્રી એ ફરીથી એજ જાંબુગોઢા અભિયારણ માં 68 કેમિકલ ડ્રમો ખાલી કરી દેવામાં આવ્યા છે જેની તપાસ પણ ચાલુ થઈ છે જેમાં FSL અને જીપીસીપી મદદરૂપ થઇ રહ્યા છે.
સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ત્યાંના સ્થાનિક પત્રકાર ની સંડોવણી ની શકયતા અને ચર્ચા ચાલી રહી છે જે તપાસ પછી સાચી હકીકત ધ્યાને આવશે. હાલ રોજ રોજ ની બનતી આ ઘટનાઓ પર્યાવરણ માટે જોખમી છે. ટૂંકા ગાળા ના નફા અને ઓછા ખર્ચે વેસ્ટ ના નિકાલ કરવાની ગુનાહિત માનસિકતા નું આ પરિણામ છે.
વન્ય અભિયારણ માં આ વેસ્ટ ને નાખવામાં આવતા વન્ય પ્રાણીઓ ના મૃત્યુ થાય છે તેથી વન વિભાગ બહુ ગંભીરતા થી ગુનેહગારો ને શોધી કાર્યવાહી કરી રહેલ છે.