જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલો થયો હતો.જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.23 મી ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરની રોશની પ્રાથમિક શાળા,”મૈકલ કન્યા”આર્ટસ કોલેજ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં જવાનોની શહાદતમા “ભારત કે લાલ” કાર્યક્રમ હેઠળ શહીદોને સ્મરણાંજલી આપવામાં આવી હતી.જેમા સર્વ પ્રથમ ગરૂડેશ્ચર ગામમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી કાઢી”વંદે માતરમ” અને “ભારત માતા કી જય”,શહીદો અમર રહો ના નારા સાથે શહીદોની શહાદતને અંજલી આપી હતી.ત્યાર બાદ શાળાના પ્રાંગણમાં એકઠા થઇ દેશભક્તિ ગીત,વીરરસ,કાવ્ય પઠન,વકૃતવ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ એ બે મિનિટનુ મૌન પાળી દેશ માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના સાથે સંકલ્પબધ્ધ લોકો થયા હતા.
Advertisement