ગોધરા, રાજુ સોલંકી.
સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા બાબા હરદેવ સિંહજી મહારાજ ની 65 મી જન્મ જયંતિ ગુરુપૂજા દિવસ તરીકે સમયના સતગુરુ માતા સુદીક્ષા સવિન્દર હરદેવ સિંહજી મહારાજના આદેશોનુસાર આજે ભારતમાં “મહા સફાઈ અભિયાન” નિમિતે દેશભર ની 350 શહેરોના 765 સરકારી હોસ્પિટલો માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું.
આ સફાઈ કાર્યક્રમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં શરુ કરતા પહેલા સંત નિરંકારી ચેરીટેબલ ફોઉંડેશન, ગોધરાના 200 થી પણ વધુ સ્વયંસેવકોએ જમ્મુ-કશમીરના પુલવામાં માં શહીદ થયેલ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી, જેમાં ગોધરા ના વ્હોરા સમાજ, મુસ્લિમ સમાજ, ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ તથા ડૉક્ટરઓએ હાજરી આપી. આવેલ તમામ ધર્મ સંપ્રદાય ના અગ્રીણીયો એ આ કાર્યની ઘણી પ્રશંસા કરી તથા “વૃક્ષારોપણ” નું કાર્યક્રમ ગોધરાના આશીર્વાદ સોસાયટી, પથ્થરતલાવડી ખાતે આવેલ સાર્વજનિક બગીચામાં કરવામાં આવ્યું.
અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાબેનજીએ જણાવ્યું કે, ગુરુપૂજા દિવસ નિમિતે 2003 થી નિરંતર સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ભક્તો એ જયારે નિરંકારી બાબાજી નો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા દર્શાવી તો બાબાજી એ જન્મદિવસે સફાઈ અભિયાન ની શીખ આપી. અત્યાર સુધી માં દેશ ના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળો, રેલવે સ્ટેશનો, બગીચાઓ, હોસ્પિટલો-ડિસ્પેન્સરી, સમુદ્ર તથા નદી ના તટ વગેરે ની સફાઈ કરવામાં આવે છે. આ યોગદાન માટે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન (SNCF) ને ભારત સરકારે સપ્ટેમ્બર 2015 માં “સ્વચ્છ ભારત મિશન” ના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરેલ છે.