તાજેતરમાં દહેજ સેઝમાં જીએસટી ઇન્સ્પેકટર રાકેશ સીતારામ પ્રસાદ લાંચ લેતા ઝડપાયા હતા જોકે તેણે ખૂબ યુક્તિપૂર્વક લાંચ લેવા અંગેનું કાવતરું ઘડ્યું હતું પરંતુ તેટલી જ યુક્તિ દાખવી વડોદરા લાંચરૂશ્વત શાખાના અધિકારીઓએ લાંચિયા ઇન્સ્પેકટર અને તેની સાથેના વચેટિયાઓને મળતી માહિતી મુજબ ઝડપી પાડયા છે.લાંચનું આ પ્રકરણ અહીંયા પૂર્ણ થતું નથી પરંતુ અત્યાર સુધી જીએસટીના ઇન્સપેક્ટરે કેટલી લાંચ ક્યાં-ક્યાં અને કેવી રીતે લીધી હતી તે પણ તપાસનો વિષય બની ગયો છે.લાંચિયા અમલદારો દ્વારા ગેરરીતિના પ્રકરણો ભરૂચ જિલ્લા માટે નવા નથી.ભરૂચ જિલ્લાની જીઆઇડીસીમાં આવેલ કંપનીઓના કર્તા-હર્તાઓમાં એક જ ગ્રંથીથી કામકાજ કરાય છે કે કામ નિયત સમય સુધીમાં થઈ જવું જોઈએ લાઇસન્સ અને અન્ય પ્રક્રિયાઓ પણ નિયત સમયમાં થઈ જવી જોઈએ કોઈપણ ભોગે અને કોઈપણ સંજોગોમાં કામ થઈ જવા જોઈએ તેવી રીતિ-નીતિના પગલે લાંચિયા અમલદારોને ખુલ્લું મેદાન મળી જાય છે. પૈસા ફેંકો તમાશા દેખોના દ્રશ્યો ભરૂચ જિલ્લાની જીઆઇડીસીમાં વારંવાર સર્જાઈ છે.અલબત આ બધી બાબતોની ચર્ચા ચાલી રહી છે.
સ્ક્રેપ અંગે લાંચ લેતા ઈન્સ્પેક્ટરની તપાસમાં વધુ ભેદભરમ ખુલે તેવી સંભાવના…
Advertisement