ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર સહિતના તાલુકાઓ માંથી વિધાનસભા ઘેરાવ કરવા જઇ રહેલા ૭૦ થી વધુ શિક્ષકોને પોલીસે ડિટેઇન કર્યા હતા.શિક્ષકોએ માસ સીએલ નો હથિયાર ઉગામી રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી હતી.અને તેઓની પડતર માંગણીઓના નિરાકરણ અંગેની માંગ ઉચ્ચારી હતી તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.શિક્ષકોના આંદોલનના કારણે જિલ્લામાં કેટલીય શાળાઓ બંધ જોવા મળી હતી તો કેટલીક જગ્યાએ પૂરતા પ્રમાણ માં શિક્ષક ન આવ્યા હોવાના કારણે શિક્ષણ કાર્ય ઉપર અસર પડી હોવાનું જાણવા મળ્યું હતું.
Advertisement