Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

અંકલેશ્વરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ…

Share

આજરોજ તારીખ 21-2-2019ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરાઇ હતી.

આ ઉત્સવમાં શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતી વિષયના એસોસિએટ પ્રોફેસર જયશ્રીબેન ચૌધરી (શ્રીમતી કુસુમબેન કડકિયા કોલેજ) તથા તેમના સુપુત્રી ચિ.પ્રતિભા ચૌધરીએ દીપ પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.

Advertisement

પ્રોફેસર જયશ્રીબેન ચૌધરીએ આ પ્રસંગે આપણી માતૃભાષા ગુજરાતી અંગે વ્યાખ્યાન આપ્યું હતું તેમજ ” હું છું ગુજરાતી ” કાવ્યનું પઠન કર્યું હતું. તથા તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ કંઈક બને અને પ્રગતિશીલ બને તેની પાછળ આપણા શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ઉપરાંત ગુજરાતી ભાષા આપણી માતૃભાષા અંગે નું મહત્વ શિક્ષિકા નીતાબેન રાણાએ રજૂ કર્યું હતું અને આ કાર્યક્રમને સ્કૂલના વિદ્યાર્થીઓએ અભિનયગીત, સ્વરચિત કાવ્ય અને અભિનય દ્વારા માતૃભાષા ની ઓળખ ઊભી કરી હતી.

આવા કાર્યક્રમો અવારનવાર દરેક સ્કૂલોમાં થતા રહે તો માતૃભાષાનો વ્યાપ વધે અને તેની મહત્ત્વતા વિશેની જાણકારી લોકો સુધી પહોંચતી રહે. ફક્ત અંગ્રેજી શીખવું અગત્યનું નથી સૌપ્રથમ તો આપણી માતૃભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!