ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલ STની હડતાલ તા.૨૦-૦૨-૨૦૧૯ના રોજ ચાલી રહી છે ત્યારે આ હડતાલના પગલે ભરૂચ અને અંકલેશ્વર જિલ્લામાં ખુબ મોટી માત્રામાં દુધનોપ માવો સળી રહ્યો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો માંથી પેહલી મળસકાના સમયે ભરૂચ કે રાજપીપળા તરફ આવતી ST બસોમાં દૂધનો માવો ચઢાવાતો હોય છે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના-મોટા દૂધના વેપારીઓ ગ્રામ્ય સ્તરે દૂધનું સંપાદન કરી તેમાંથી માવો બનાવી સુરત,વાપી,વલસાડ અને વડોદરા તેમજ અન્ય વિસ્તારોમાં મોકલતા હોય છે.સૌથી વધુ માવો સુરત અને ભરૂચના મીઠાઈના વેપારીઓ ખરીદે છે ત્યારે ST બસોમાં જે-તે ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપડતી પેહલી ST બસમાં આવો દૂધનો માવો મોટી માત્રામાં મોકલવામાં આવે છે. સૌથી વધુ ઝઘડિયા ડેપો માંથી દૂધનો માવો ST દવારા વિવિધ વિસ્તારોમાં જાય છે ત્યારે કેટલાક વ્યાપારીયો ઝઘડિયાથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી આગળ માવો મોકલતા હોય છે પરંતુ STની હડતાળના પગલે આ માવો રસ્તે રઝળી પડ્યો છે અને તેથી માવો સળી રહ્યો છે એમ કહી શકાય.