પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૩૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૫૬-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.
ફરિયાદી: મહેન્દ્રભાઈ હેમચંદભાઈ પટેલ ઉ વર્ષ ૫૩ ધધોં નોકરી રહે ( હાલ હરિપુરા ભવાનીવાડ સુરત )મૂળ રહેવાસી અમદાવાદના દ્વારા બે અજાણ્યા બાઈક ચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીના જણાવ્યા અનુસાર બનાવની વિગત આ પ્રમાણે છે કે તેઓ રોજના નિયમ અનુસાર સવારે ઇન્ટરસિટીમાં સુરત થી અંકલેશ્વર તેમની આંગડિયા પેઢીની ઓફિસમાં આવેલ અને તે સમયે તેમના મેનેજર અશ્વિનભાઈ પણ પેઢીમાં આવી ગયેલ અને સાંજના સમયે મેનેજર અશ્વિનભાઈએ મહેન્દ્રભાઇને સિલ્વર પ્લાઝામાં આવેલ બાબુલાલ કાંતિલાલ પટેલની આંગડિયા પેઢી માંથી રૂપિયા ૫ લાખ લાવવા માટે જણાવ્યું જેથી કાળાકલરનો બગલ થેલો લઈને ગયો હતો .જ્યાંથી બાબુલાલ કાંતિલાલ પટેલની આંગડિયા પેઢીના નંદુભાઈએ ૫ લાખ રૂપિયા આપ્યા હતા.જે સાથે લીધેલ કાળારંગના બગલ થેલામાં મૂકી પોતાની પેઢી પર જતા હતા તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારે હોટેલ વેલકમના ખૂણા પર આવતા પાછળથી આવતા બાઈક સવારમાં પાછળ બેઠેલા બાઈક સવારે થેલો આંચકી લઈ ફુલ સ્પીડે બાઈક હંકારી હાઇવે તરફ ભાગી જઈ આખી લૂંટની ઘટનાને અંજામ આપેલ જેની વિગતવાર ફરિયાદ પોલીસ સ્ટેશન માં નોંધાવેલ.