ભરૂચ સ્થિત SVMIT કોલેજના વિદ્યાર્થીઓએ એક આગવી શોધ અને અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ વિશાલ ગોહીલ,સુરજ ગૂરંગ,તેજેન્દ્ર ગોહીલ,દક્ષેશ ગોહીલ,પઠાણ શેફ શેખાવત તેજસિંહએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ના વડા નિશાંત પરમાર અને મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રધ્યાપક જયદીપ શાહના માર્ગદર્શન હેઠળ ભારતનું સર્વપ્રથમ 3D-હેંગપ્રિન્ટર બનાવ્યું. સંસ્થાના પ્રિન્સિપાલ શશાંક થાનકીએ તમામ ટીમે છ મહિના જેટલો સમય લઈ સતત મહેનત અને સંશોધન કરી 3D-હેંગપ્રિન્ટર બનાવ્યું જેને ભારત સરકારની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ નીતિ અંતર્ગત આ પ્રોજેક્ટને રૂપિયા ૭૫ હજારની સહાય આપવામાં આવેલ છે. પ્રિન્સિપાલ શશાંક થાનકીએ જણાવ્યું હતું કે આવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને આગવું મનોબળ અને કંઈક નવું કરવાની ઝંખના પૂરી પાડે છે. SVMIT કોલેજના ડાયરેક્ટર જીવરાજ પટેલે આ સંશોધન અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા આ શોધ કઈ છે તેને એન્જિનિયરિંગ ભાષાને બાજુમાં રાખી સીધીસાદી રીતે વર્ણવામાં આવે તો કોમ્પ્યુટર પર કોઈ માનવી કે ચીજવસ્તુઓની છબિ ઉપસાવવામાં આવે છે ત્યારબાદ 3D-હેંગપ્રિન્ટરની કામગીરી શરૂ થાય છે. ત્રણ દિશામાંથી હળવી રીતે સતત ઇનપુટ મટીરીયલ આવતું રહે જેને 3d-ડાઈમેન્શન કહેવાય છે થોડાજ કલાકોમાં કોમ્પ્યુટર પર જે માનવ આકૃતિ કે અન્ય આકૃતિ તૈયાર કરી હોય તે ભૌતિક રીતે પ્લેટફોર્મ ઉપર સાકાર થઈ જાય છે.
હવે એન્જિનિયરિંગ ભાષામાં જોતા સબટ્રેક્ટિવ મેન્યુફેક્ચરિંગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા 3D પ્રતિકૃતિને સામગ્રીને કાપીને બનાવવામાં આવે છે જેમાં ઉત્પાદન જાતે સામગ્રીને કાપીને અથવા સામાન્ય રીતે CNC મશીન સાથે કરવામાં આવે છે. એડિટિંગ મેન્યુફેક્ચરિંગ એક એવી પ્રક્રિયા છે જે પદાર્થ બનાવવા માટે સામગ્રીની સ્તરો ઉમેરે છે જેને ઘણીવાર 3D-પ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે.3D-પ્રિન્ટિંગ એટલે 3D કે જે કોમ્પ્યુટરએ ઇમેજ બનાવ્યું તેમાંથી સીધું જ ઉત્પાદન બનાવી શકાય છે.