ભરૂચ જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં રાંધણ ગેસ ના બોટલો ગેર કાયદેસર રીતે વપરાઈ રહ્યા છે આવા રાંધણ ગેસના બોટલો ચોરી કરેલા હોવાનું પણ જણાયું છે.
અંકલેશ્વર વિસ્તારમાં આવા ગેસના બોટલોની ઉઠાંતરી કરતા અને તેનું વેચાણ કરતી ગૅંગ પોલીસે ઝડપી પાડી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેંદ્ર ચુડાસમા ની સૂચના અને ઈ ચા એલ સી બી પી આઈ જે એન ઝાલાના માર્ગદર્સન હેઠળ પી એસ આઈ વાય જી ગઢવી અને તેમની ટીમે પો કો તરુણ ભાઈને મળેલ બાતમી મુજબ કામગીરી કરતા એક ઓટો રીક્ષા કાપોદ્રા પાટિયા પાસે જણાઈ હતી જેમાં ત્રણ ઈસમો એક ગેસનો બોટલ લઇ જતા જણાયા હતા જેમની તપાસ કરતા તેઓ ૧ સુનિલ પરબત નાયક રહે કોસમડી ૨ જીતેંદ્ર સુખદેવ મેરાડે રહે કોસમડી મૂળ રહે અમલનેર મહારાષ્ટ્ર ૩ વિકાસ સુધીર પાડે રહે કોસમડી મૂળ રહે જહાંનાબાદ યુ પી જણાયા હતા અને ગેસ બોટલ ચોરીનો જણાતા વધુ તપાસ કરતા ગેસ નો બોટલ ચોરી નો જણાયો હતો વાલિયા રોડ પર આવેલ શિવ સાયકલ સ્ટોર ના સુભાષ ગીરાસે રહે કોસમડી મૂળ રહે ધુલે મહારાષ્ટ્ર ની પણ સંડોવણી જણાતા તેના મંગલમ એવન્યુ ખાતેના રહેઠાણમાં તપાસ કરતા વધુ ૩૪ ગેસના બોટલ મળ્યા હતા કોસ્મોસ ટેક્સટાઇલ કમ્પની પાસે ચાહની કેબીન તોડી થયેલ ગેસ બોટલ ની ચોરી નો ગુનો જે જી આઈ ડી સી પોલીસ મથક ખાતે નોંધાયો હતો તેનો ભેદ ખુલ્યો હતો પોલીસે એલ પી જી ગેસ બોટલ નગ ૩૫ કી રૂ ૫૬૫૦૦ મોબાઈલ નગ ૩ કી રૂ ૨૦૦૦ રીક્ષા કી રૂ ૫૦૦૦૦ મળી કુલ રૂ ૧૦૯૬૯૨ ની મત્તા જપ્ત કરી હતી અને ૩ આરોપીઓની અટક કરી હતી જી આઈ ડી સી પોલીસ વધુ તપાસ કરી રહી છે.