એક મહિના પૂર્વે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોશની નગર ખાતે રહેતા સમીમખાન જમીલખાનની હત્યા અજાણ્યા આરોપીઓ દવારા અગ્નિશસ્ત્ર વડે ફાયરિંગ કરી માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.આ બનાવ અંગે લાંબી તપાસ ચાલી હતી .ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ SOG PI પી.એમ.પટેલ તથા LCB PI જે.એન.ઝાલાએ વિવિધ ટિમો બનાવી આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
આ અંગે વિગતે જોતા તા.૧૨-૧-૨૦૧૯ ના રાત્રીના સમયે સમીમખાન જમીલખાન ઉમર વર્ષ ૩૬ રહેવાસી ૩૬/રોશનીનગર પદ્માવતી નગર પાસે અંકલેશ્વર પોતે રાષ્ટ્રીય ધોરી માર્ગ ન ૮ પર આવેલ હોટલ આરામના કેમ્પાઉન્ડમાં આવેલ ઓટો ગેરેજ પરથી CBZ મોટરસાયકલ લઈ નીકળ્યા હતા અને રાત્રીના લગભગ ૯:૩૦ના અરસામાં સારંગપુર રોશનીનગર ખાતેના પોતાના મકાનની સામે આવી બાઈક સ્ટેન્ડ પર ચડાવતા હતા ત્યારે કોઈક અજાણ્યા ઈસમે આવી અગ્નિશસ્ત્ર(Firearms) વડે તેમને માથામાં ગોળી મારી નાશી છૂટ્યા હતા .ઈજાગ્ર્સત સમીમખાનને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમની પત્ની સાયરાબાનોએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ PI કરી રહ્યા હતા ત્યારબાદ આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક દવારા તા.૨૭-૦૧-૨૦૧૯ના રોજ LCB ને સોંપવામાં આવી હતી .LCB તેમજ SOG ની ટીમોએ સંયુક્ત તપાસ હાથધરી હુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકેલ સર્વેલન્સ ની મહત્વપૂર્ણ એક કડી હાથ લાગી હતી .મરણ જનારના ગામ સંગાવ તા.જિ.ફતેહપુર તથા હાલ મરણ જનારના ઘરની નજીક રહેતો મોહમ્મદ શાહબાન આ ગુનામાં સંડોવાયેલ છે તેવી બાતમી મળતા આ બાતમીને ડેવેલોપ કરવામાં આવી અને ઘનિષ્ઠ પુરાવા એકત્રિત કરી મોહમ્મદ શાહબાન આરારુલ ઉર્ફે પીર મોહમ્મદ શેખની સઘન પુછપરછ કરવામાં આવી હતી જેમાં મોહમ્મદ શાહબાન ભાંગી પડ્યો હતો અને તેણે સમીમખાનનું મર્ડર કરાવવા તેની સાથે અગાવ ફેબ્રિકેશનનું વેલનજા તાલુકો.કામરેજ ખાતે કામ કરતા જુના કારીગર રોની નામના વ્યક્તિનો ઉપયોગ કર્યો હતો. આ અંગે મોહમ્મદ શાહબાન દવારા રોનીને અંકલેશ્વર GIDC ખાતે બોલવામાં આવ્યો હતો અને સમીમખાનને મારી નાખવા માટે ગુનાહિત કાવતરું ભરવામાં આવ્યું હતું આ કાવતરાની વિગત જોતા હત્યાના બનાવ પેહલા સમીમ ખાનના ઘરની આસપાસની જગ્યા તેમજ સમીમ ખાનને બતાવવામાં આવ્યો હતો તેમજ રોનીને રહેવા જમવાની તમામ વ્યવસ્થા પુરી પાડી હતી ફાયરિંગ પેહલા સ્થળ પર ગયા અને પછી ત્યાંથી આવવા માટેનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને અગ્નિશસ્ત્ર આપવામાં આવ્યું હતું જેના વડે સમીમ ખાનના ઘરની સામેજ રોની દવારા ફાયરિંગ કરી હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ રોની નાસી ગયો હતો આરોપી મોહમ્મદ શાહબાન આરારુલ ઉર્ફે પીર મોહમ્મદ શેખ ઉમર વર્ષ ૨૯ હાલ રહેવાસી R /૪૭ રોશની નગર પદ્માવતી નગર પાસે સારંગપુર મૂળ રહેવાસી સંગાવ જિ.ફતેહપુર ઉત્તર પ્રદેશ ને અટક કરી આ હત્યાના બનાવમાં વપરાયેલ અગ્નિશસ્ત્ર તથા કારતુસ ની પુછપરછ કરતા અગ્નિશસ્ત્ર તેના મોટા ભાઈ મોહમ્મદ રિઝવાન આરારુલ શેખ પાસે હોવાનું જણાવ્યું હતું જે પદ્માવતી નગર પાસે રહે છે તેની પણ અટક કરવામાં આવી હતી .
મૂળ આ હત્યાનું કારણ શુ તેની ખુબ સઘન તપાસ પોલીસતંત્ર દ્વારા કરતા ગત દિવાળીના સમયે જેની હત્યા કરવામાં આવી તે સમીમખાન આરોપી મોહમ્મદ શાહબાન શેખ પર બાઇક ચોરીનો આરોપ મુકેલો હતો જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેની રિષ રાખી આ હત્યા કરાય હોવાનું હાલ પૂરતું જણાય રહ્યું છે.આ બનાવમાં PI SOG પી.એમ.પટેલ,LCB જે.એન ઝાલા,PSI એ.એસ.ચૌહાણ તેમજ વાય.જિ.ગઢવી અને તેમની ટીમે જેહમત ઉઠાવી હતી બંને આરોપીઓને ઝડપી રિમાન્ડ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બનાવમાં રોનીને ઝડપવાનું હજી બાકી હોવાનું જણાવી પોલીસ એ દિશામાં કામગીરી કરતી હોવાનું જણાવ્યું હતું .
હાલતુરંત પોલીસ ગુનાના કામે વપરાયેલ બે સેમસંગ કંપનીના મોબાઈલ કિંમત રૂપિયા ૧૫૦૦ રિકવર કરેલ છે .