ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે કેટલીક વાર પ્રેમીપંખીડાઓ ટ્રેનના ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોય તેવા બનાવો પણ બન્યા છે પરંતુ માત્ર પાંચ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની વહાલસોહિ દીકરી સાથે માતા બાથભીડીને ટ્રેકની વચ્ચોવચ ઉભી રહે અને આત્મહત્યા કરે તેવો બનાવ કદાચ પહેલી વાર બન્યો હશે.
આ કરૂણ બનાવ અંગેની સીલસીલાબંધ વિગતો જોતા રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમલાખાડીની ઉપરથી પસાર થતા ડાઉન લાઈન રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો જેમાં મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે રહેતી સુરીજદેવી શિવસિંઘના ઉંમર વર્ષ 28ના લગ્ન નવ વર્ષ અગાઉ શિવસિંઘ યાદવ સાથે થયા હતા શિવસિંઘ યાદવ ફેબ્રીકેશનનો વ્યવસાય કરે છે સુરીજદેવી અગમ્ય કારણોસર ગત રોજ તેના પાંચ વર્ષીય પુત્ર ક્રિષ્ના અને ત્રણ વર્ષની માસુમ પુત્રી જાનવી સાથે ડાઉન લાઈન રેલવે ટ્રેક આમલાખાડી વિસ્તારમાં ઉભા રહી કોઈક કારણોસર એ કારણ ઘર કંકાસ હોઈ શકે અથવા તો આર્થિક સંકટ હોઈ શકે પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોઈ શકે આવા બધા અનેક કારણો હોઈ શકે છે પરંતુ સુરીજદેવી એવી માતા બની કે જેણે મન અને મનોબળ મક્કમ રાખ્યા અને પોતાના બન્ને સંતાનોને સાથે રાખી બાથભીડીને રેલવે ટ્રેક ઉપર ઉભી રહી આવા બનાવો ભાગ્યેજ બનતા હોય છે તેવામાં મુંબઈ ખાતે કરાયેલ દેખાવ પ્રદર્શનના પગલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મોડી આવી અને રાત્રિના આઠ વાગ્યાના અરસામાં એ ટ્રેન આવતા સુરીજદેવી અને તેના બે સંતાને સામુહિક આત્મહત્યા કરી. આ બનાવ અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.