મહિસાગર LCBએ રાજ્યમાં ચોરી કરતી ગેંગના ચાર ધાડપાડુ ઝડપી પાડ્યા.
લુણાવાડા, ( રાજુ સોલંકી)
મહીસાગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના ગુન્હાઓ બનતા રહેતા હતા, ત્યારે પોલીસને આ પડકારરૂપ બનતા મહીસાગર LCB દ્વારા અલગ-અલગ ટીમો બનાવી જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર વાહનોના ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસને મળેલી બાતમીને આધારે આરોપીઓ પૈકી એક આરોપી કૃઝ ગાડી લઇને કડાછલાથી વિરપુર તરફ આવતો હોવાની માહિતીને આધારે નૃરપુર ચોકડી પર કૃઝ ગાડી રોકવામાં આવી હતી.
તે દરમિયાન ગાડીમાં બેઠેલા ડ્રાઇવરનું નામ-ઠામ પૂછતા સંતોષકારક જવાબ ન આપતો હોવાથી મહીસાગર LCBની અલગ-અલગ ટીમ દ્વારા પકડાયેલા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા કંકા તળાવ ખાતે ટ્રેપ કરી બોલાવતા આરોપીઓએ 26 વિવિધ પ્રકારના ગુન્હાઓમાં સામેલ હોવાનું આરોપીઓએ કબુલ્યું હતું. તો આ ગુન્હાઓમાં બીજા અન્ય 13 થી 15 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાં 4 આરોપી પકડાઇ ચૂક્યા છે. જ્યારે અન્ય આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગ પકડી પાડી MP તથા દાહોદ ટીમો બનાવી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ જઇ મજુરીના નામે બાઇક દ્વારા રેકી-ટાર્ગેટ નક્કી કરી બાકીની ધાડપાડુ ટુકડી બોલાવી ધાડ કરવાની મોડેસ ઓપ્રેંટી ધરાવતા હતા. જેઓને મહીસાગર જિલ્લા LCB પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.