*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ*
*અંકલેશ્વર*
*તારીખ 13.02.19*
*ઔદ્યોગિક વસાહતો માંથી ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ ના કૌભાંડો દિવસે દિવસે વધી રહ્યા છે.અસામાજિક તત્વો દ્વારા કમ્પનીઓ માંથી કેમિકલ વેસ્ટ ભરી તેનો નિકાલ ખાડીઓ, નદીઓ, ખેતી ની જમીનો અને ગૌચરણો માં ખાલી કરી દેવા માં આવે છે જેના લીધે જમીન અને પાણી પ્રદુષિત થાય છે અને આમ પર્યાવરણ ને ગમ્ભીર નુકશાન થાય છે. કહેવાય છે કે હાલ માં જ કેમિકલ ભરેલ ટેન્કર ખાડી માં ખાલી કરવા જતાં 2 વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે*.
અંકલેશ્વરની એક એન.જી ઓ ને માહિતી મળી હતી કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રદુષિત બેરલ ભરેલ છે અને તે હાઇ વે પર રોકાયેલ છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટીમે આ ટેમ્પો ને રોકી પૂછ-પરછ કરતા તેમની પાસે કાયદેસર ના વહન ના કોઇ પણ ડોક્યુમેન્ટ ન હતા તેમજ તેઓ આ ક્યાંથી ભર્યા છે કે ક્યાં લઈ જવાના છે એ અંગે પણ કોઈ સંતોષ કારક જવાબ આપ્યો ના હતો આમ ગેરકાયદેસર ના વહન ની શંકા જતા એન જી ઓ ની ટીમ દ્વારા જીપીસીબી અંકલેશ્વર ને જાણ કરવામાં આવી હતી. જીપીસીબી ના અધિકારી યોગેશભાઈ ચાંપાનેરીઆ અને તેમની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને તેમને આ ગેરકાયદેસર નું વહન થતું હોવાનું જણાતાં તેમણે ટ્રક ચાલક અને બેરલ ખરીદનાર ને જ્યાંથી બેરલ ભર્યા છે તે કમ્પની પર પરત લઈ જવાની ફરજ પાડતા આ ટ્રક અંકલેશ્વર જીઆઇડીસી ના પ્લોટ ન. B-155 માં આવેલ સાયોના ક્રોપ કેર યુનિટ-1 પર પોહચી હતી જ્યાં જીપીસીબી ની ટિમ દ્વારા કમ્પની માં આગળ ની તપાસ હાથ ધરી હતી . આમ હવે કેમિકલ માફિયા અને ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ કરનારા તત્વો માં ગભરાટ ફેલાયો છે*.
*પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા માંગણી* *કરવામાં આવે છે કે હાલ માં આવી ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ કરનારા આવા અસામાજિક તત્વો કે જેઓ પર્યાવરણ ને ગમ્ભીર નુકશાન કરે છે તેઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે*