ગુજરાતમાં રાષ્ટ્રિય પ્રાણી વાઘનુ અસ્તિત્વ ધરાવનાર મહિસાગર પ્રથમ જીલ્લો બન્યો
(લુણાવાડા) રાજુ સોલંકી
પંચમહાલ અને મહીસાગર જીલ્લાના આવેલા પાનમના ગાઢ જંગલોમાંથી પસાર થતા રસ્તા ઉપર શિક્ષક મહેશકુમાર મહેરા ની તસવીર સાચી પડી છે.વનવિભાગના નાઈટ વીઝન કેમેરામાં વાઘ કેદ થયો છે આ બાબતે વનવિભાગ દ્વારા તેની પુષ્ટી કરી છે.આમ ગુજરાતમા આવેલો મહીસાગર જીલ્લો વાધનુ અસ્તિત્વ ધરાવતો પ્રથમ જીલ્લો કહેવાશે.
પંચમહાલ અને મહીસાગર જીલ્લાનો સરહદી વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત છે અહીના સ્થાનિક લોકો દ્વારા વાઘ લોકમુખે ચર્ચા થતી હતી. પણ અહીની ગુગલીયા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પાગંળી માતાના મંદિરથી બોરીયા ગામ તરફ જવાના રસ્તે ઉપર વાઘ જોયાનો દાવો કરવામા આવ્યો હતો વધુમાં તેમણે પોતાના મોબાઈલમાં આ વાઘની તસવીર કેદ કરી લીધી હતી. અને ત્યારબાદ વનવિભાગને જાણ કરવામા આવી હતી.અને તસવીર અસલ હોવાનુ જણાઈ આવતા વડોદરાના વન વર્તુળનામુખ્ય વન સરંક્ષક સંજયશ્રી વાસ્તવને જાણ કરવામા આવતા આધારે જેટલા વનવિભાગના કર્મચારીઓ તેમજ ચાર જેટલા આરએફઓની ટીમ આ વાઘને શોધવાના અભિયાનમાં વનવિભાગની ૨૨ જેટલી ટીમો કામે લાગી હતી.જેમાલુણાવાડા અને સંતરામપુર તાલુકાના સંભવિત વનવિસ્તાર અને ગ્રામજનોનો સંપર્ક કરીને જ્યા મારણો કરવામા આવ્યા હોય તેવા વિસ્તારમા તપાસ હાથ ધરવામા આવી હતી.સંત જંગલમાં ગોઠવામા આવેલા નાઈટવિઝન કેમેરામાં વાઘ અને તસવીરો અને વીડીયો કેદ થયા હતા.તેમજ કેમેરામાં વાઘ સિવાય અન્યપ્રાણીઓ દિપડો અને ઝરખ જેવા જંગલી પ્રાણીઓના ફોટા પણ કેદ થયા હતા.જેની ખરાઈ વનવિભાગ દ્વારા કરવામા આવતા મહીસાગરના સંતરામપુર ના વનવિસ્તારોમાં વાઘ હોવાની પુષ્ટી થઈ હતી. આમ વનવિભાગના મદદનીશ વનસંરક્ષક આરએફઓ સહીતનો સ્ટાફ રાતદિવસ કામે લાગ્યો હતો અને તેમની મહેનત રંગ લાવીછે. હાલ તો વનવિભાગને આ જંગલના એરીયામા આવતા ગ્રામજનોને જંગલમાં ન જવા સુચનો કરવામાં આવ્યા અને કોઈ ગતિવિધી જણાય તો વનવિભાગને જાણ કરવા પણ સુચના આપવામાં આવી છે.આમ ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘ દેખાવાની ઘટના ગુજરાત રાજ્યની સૌથીમોટી ઘટના કહી શકાય.