ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ શક્તિનાથ ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ
ભરૂચ નગરના શક્તિનાથ મેદાનમાં ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવાએ જણાવ્યું કે અમારી માંગણીઓ જેવીકે પગાર ધોરણ સુધારવા સળગ નોકરી ગળવી જૂની પેંશન યોજના કાયમ રાખવી આબધા પ્રશ્નોનો ઉકેલ લાંબા સમયથી ન આવતા રાજ્ય સ્તરના સંગઠન ના આદેશથી ધરણા અને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ કરતા સમગ્ર જિલ્લા માંથી પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની વિવિધ માંગણીને લઈને આજરોજ શક્તિનાથ કંપાઉન્ડ ખાતે ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના અંદાજિત 700 જેટલા શિક્ષકો ભાગ લીધો હતો.
# માંગણીઓ….
1. વર્ષ 1997 થી સળંગ નોકરી તથા તમામ લાભો.
2. ધોરણ 6 થી 8 નો ગ્રેડ પે અલગ આપો.
3. શિક્ષકો ને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી બંધ કરો.
4. તમામ પ્રકાર ની ઓનલાઇન કામગીરી બંધ કરો.
5. જૂની પેન્શન યોજના લાગુ કરો.
6. મુખ્ય શિક્ષકો ના આર.આર નકકી કરો.
7. સાતમા પગાર પંચ મુંજબ ના તમામ લાભ આપો.
8. સી.સી.સી ની પરીક્ષા ની મુક્તિ ની મુદત માં વધારો કરો.
9.ATD ,CP.Ed ,B.P.ed , શિક્ષકો ને વિકલ્પ નો લાભ આપવો.