પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં
પાલેજ તા.૧૦
પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પહેલું સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન ચોખરું માં ૨૫ નવ પરણીત યુગલો ને કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો એ ઘર વપરાશ ની ૪૫ ચીજ વસ્તુઓ ની ભેટ સાથે આશીર્વાદ આપ્યા હતા.
રવિવાર ના રોજ ચિસ્તીયાનગર કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવેલા આ શુભ અવસરે હિન્દૂ મુસ્લિમ જ્ઞાતિનાં પચીસ જોડા જેમાં ૬ હિન્દૂ જ્ઞાતિ નાં અને ૧૯ મુસ્લિમ જ્ઞાતિ નાં નવપરણીત યુગલો એ પ્રભુતામાં પગલાં માંડયાં હતા જેઓને આશીર્વાદ આપવા માટે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી હાલના ગાદીપતિ-સજ્જાદાનશીન અને સમારોહનાં પ્રમુખ સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી ઉપસ્થિત રહેયાં હતા.આ ઊપરાંત ડો. મતાઉદ્દીન ચિશ્તી સહિત મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ ગુજરાત યુનિ.ના પુર્વ કુલપતિ ડો.અિશ્વન કાપડિયા તેમજ વિચારતા સમુદાય સમર્થન મંચનાં ટ્રસ્ટી મિતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, મહેમાનો સખીદાનવીરો પણ હાજર રહી નવયુગલો ને આશીર્વાદ આપ્યા હતા.
પ્રમુખ સ્થાનેથી ડો.મતાઉદ્દીન ચિસ્તી એ આજ નો પ્રસગ વર અને કન્યા નો છે તેમના પરિવાર નો છે એમ કહી પ્રેરણા રૂપ પક્તિઓ રજૂ કરી હતી. હું તને સમજી શકું, તું મને સમજી શકે,અનુમાન ના અભિમાન આપણી વચ્ચે ટકી શકે
રજૂ કરી હતી સૌ નવ પરણીત યુગલો ને આશીર્વાદ આપ્યા હતા. નાંહતી.
ડો.અસ્વીનભાઈ કાપડિયા પૂર્વ કુલપતિ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી નાં ઓ એ તેમના પ્રેરક પ્રવચન માં જાણાવ્યું હતું કે હિંદુસ્તાન નાં હૃદયનાં હિન્દુસ્તાન ની પ્રજાનાં મન નાં હિન્દુસ્તાન ની પ્રજા નાં સંસ્કાર નાં કોઈ ભાગલા નાં પાડી શકે .તેઓ એ ટકોર કરી હતી કે સરકાર સંસ્કાર નાં બદલી શકે સરકાર કોઈ વિચાર નાં બદલી શકે સંસ્કાર વિચાર બદલી શકે. તમારું ચોખરું ચીસતીયા નગર પૂરતું મર્યાદિત નથી રહેવાનું આખા માનવજાત આ ચોખરું સ્વીકારવું પડશે. તેમણે આજ ની આ સર્વધર્મ સમૂહ લગ્ન પ્રશંગે ટકોર કરી હતી કે સમગ્ર માનવ જાત એક છે પાણી નો રંગ એક છે,લોહીનો રંગ એક છે તો માનવ જાતિ જુદી જુદી શુ કરવાં? વિચારો જુદા શું કરવા જેના લીધે ભાગલા પડે તેના બદલે પ્રેમ પ્રગટ થાય અને સાતસો વરસ જૂની આ પરંપરા હિન્દુસ્તાન માં ફરી પ્રગટ થાય અને માનવીય એકતાં આખા જગત માં ફેલાય એવી આશા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીના પૂર્વજો દ્વારા સૌ પ્રથમ ૧૮૮૬માં સમાજને સમૂહ લગ્નની ભેટ આપી દરેક સમાજ માટે ચારેય બાજુથી ખરું અને લાભદાયી હોય ચોખરું નામ રાખવામા આવ્યું હતું. સેવાકીય પરંપરાને આગળ વધારવા એજ નામ રાખી તથા કોમીએકતા અને ભાઈચારાની ભાવના ઉપરાંત કુરિવાજો અને લગ્નમાં થતાં ખોટા ખર્ચ ને તિલાંજલિ આપવા પ્રેરણા રૂપ અવસર બને એવા શુભ હેતુ થી ચોખરું-સમૂહમાં લગ્ન યોજવામાં આવ્યા હતાં.
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ