મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સમૂહ શાદી નું આયોજન
પાલેજ તા.૯
પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પહેલું સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન ચોખરું નું આયોજન કરવામાં આવેલ છે.
રવિવાર ના રોજ ચિસ્તીયાનગર કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવનાર આ શુભ અવસરે હિન્દૂ મુસ્લિમ જ્ઞાતિનાં પચીસ જોડા પ્રભુતામાં પગલાં માંડશે જેઓને આશીર્વાદ આપવા માટે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી હાલના ગાદીપતિ – સજ્જાદાનશીન અને સમારોહનાં પ્રમુખ સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી ઉપસ્થિત રહેશે આ ઊપરાંત ડો. મતાઉદ્દીન ચિશ્તી સહિત મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ ગુજરાત યુનિ.ના પુર્વ કુલપતિ ડો.અિશ્વન કાપડિયા તેમજ વિચારતા સમુદાય સમર્થન મંચનાં ટ્રસ્ટી મિતલબેન પટેલ ઉપસ્થિત રહેશે, મહેમાનો સખીદાનવીરો પણ હાજર રહી નવયુગલો ને આશીર્વાદ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીના પૂર્વજો દ્વારા સૌ પ્રથમ ૧૮૮૬માં સમાજને સમૂહ લગ્નની ભેટ આપી દરેક સમાજ માટે ચારેય બાજુથી ખરું અને લાભદાયી હોય ચોખરું નામ રાખવામા આવ્યું હતું. સેવાકીય પરંપરાને આગળ વધારવા એજ નામ રાખી તથા કોમીએકતા અને ભાઈચારાની ભાવના ઉપરાંત કુરિવાજો અને લગ્નમાં થતાં ખોટા ખર્ચ ને તિલાંજલિ આપવા પ્રેરણા રૂપ અવસર બને એવા શુભ હેતુ થી ચોખરું-સમૂહમાં લગ્ન યોજવામાં આવી રહ્યો છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ