ભિલીસ્તાન ટાઇગર સેના ભરુચ શહેરના પ્રમુખ રાજેશ વસાવાની આગેવાનીમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયને સંબોધીને આવેદનપત્ર ભરુચ જિલ્લા કલેક્ટર દ્વારા પાઠવવામાં આવ્યુ હતું. આવેદનપત્રમાં જ્ણાવ્યા મુજબ વોર્ડ નં.9 માં આવેલ આદિવાસી ઝુંપડપટ્ટીની આશરે 3000 જેટલી વસ્તી માટે શૌચાલયો તંત્ર દ્વારા બાંધવામાં આવેલ છે. પરંતુ આ શૌચાલયની ડ્રેનેજ લાઇન ખામીયુક્ત તેમજ ખાળકુવો માત્ર 2-3 ફુટનો હોવાના પગલએ તે ભરાઇ જતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ જાય છે. તે માટે યોગ્ય કરવામાં આવેદનપત્રમાં માંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારમાંથી બે જ દિવસ માટે અંગૂઠાની કામગીરી માટે આપવામાં આવેલ છે. પરંતુ આદિવાસીઓ મજુરી અર્થે અથવા તો લગ્ન પ્રસંગે ગયા હોય તો બે દિવસમાં અંગુઠા અંગેની પ્રક્રિયા કરી શકતા નથી. જેથી તેમને અનાજ મળી શકતું નથી. તેથી અંગૂઠા અંગેના દિવસો બે ની જગ્યાએ ચાર કરવા વિનંતિ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિવાસીઓના મા-બાપ લગભગ અભણ હોવાના પગલે તેમની પાસે જાતિ વિષયક અથવા તો જન્મ અંગેના કે અન્ય પ્રમાણપત્રો હોતા નથી તેથી આદિવાસીઓના બાળકોને વિવિધ પ્રમાણપત્રો મેળવવામાં તકલીફ પડે છે. તે અંગે પણ યોગ્ય કરવા આવેદનપત્રમાં વિનંતી કરાઇ છે..
ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા આદિજાતી વિકાસ મંત્રાલયના મંત્રીને સંબોધીને ભરુચ જિલ્લા ક્લેક્ટરને પાઠવાયેલ આવેદન પત્ર :
Advertisement