ફરિયાદીએ એટીએમ કાર્ડ ધારણ કર્યું ન હોવાથી બેંક સાથે સંક્ળાયેલ ઇસમ સામે શંકા :
સમગ્ર ગુજરાતમાં તેમજ અન્ય વિસ્તારોમાં એટીએમ નંબરની માહિતિ અને પીન નંબર જાણીને એટીએમમાંથી અસામાજિક તત્વો દ્વારા નાણાં ઉપાડ્યા હોવાની ઘટનાઓ બની છે. પરંતુ તાજેતરમાં ભરૂચ બી.ડિવિઝન પોલીસ મથક ખાતે એવો એક બનાવ બન્યો છે. જેમાં એટીએમ કાર્ડ કે તેનો પીન નંબર ફરિયાદી પાસે જાણ્યા વગર ફરીયાદીના ખાતામાંથી એટીએમ દ્વારા એક લાખ રૂપિયા ઉપાડી લેવાની ઘટના બનેલ છે.
આ ચકચાર ભરેલ ઘટનાની વિગતો જોતા બી.ડિવિઝન પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદી ક્રુણાલ કનૈયાલાલ રાજપુત રહેવાસી બંબાખાના ભરુચના મહમદપુરા બેંક ઓફ બરોડાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ એક લાખ રૂપીયા કોઇ અજાણ્યા અને બનાવના આરોપીએ એટીએમ બુથમાંથી ઉપાડ્યા છે. તો બીજી બાજુ ફરિયાદી ક્રુણાલભાઇ રાજપુતનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે એમણે એટીએમ કાર્ડ બેંક મેળવ્યું ન હતું અને એટીએમ કાર્ડ બેંકમાં જ પડી રહ્યુ હતું. આ ઘટના બની ત્યારે એટલે કે તારીખ 12-11 થી 16-1 ના સમય દરમ્યાન મળતી માહિતી પ્રમાણે એટીએમનો નંબર ખાતેદારે જનરેટ કરવાની પ્રથા નહતી. પરંતુ જે તે બેંક દ્વારા જ પીન નંબર આપવાની પ્રથા હતી. આથી શંકા સેવાઇ રહી છે કે બેંક સાથે સંકળાયેલ કોઇ જાણભેદુએ એટીએમ બુથમાંથી નાણાં ઉપાડ્યાહોય તેવું બની શકે છે. હાલ આ બનાવની તપાસ બી.ડિવિઝન પોલીસ મથકના ગામિત ચલાવીરહ્યા છે.