ભરુચ જિલ્લામાં જાણીતાં દયાદરા રેલવે ફાટક થી નબીપુર સુધી નાં અગિયાર કિલો મીટર નાં માર્ગ માં અનેક ઠેક ઠેકાણે પાછળ નાં બે બે વર્ષથી ઊંડા ખાડા પડી ગયાં છે.
સતત પીક અવર્સ ભારદારી ડમ્પરિયા ટેન્કરો ટ્રકો ની ધમધમતો રહેતો દયાદરા થી ત્રાલશા કોઠી હિંગલ્લા નબીપુર સુધી નો રોડ ઉપર પાછળ નાં બે વરસ થી ઉબડ ખબાળ થઈ ગયો છે. આ અંગે ની રજુઆતો ને તંત્ર ધોય પી જાય છે.અખબારી રજૂઆતો પછી કેટલાંક લોકો ભોંઠા પડી જાય છે.અને રોડ નહિ તો વોટ નહિ ની માત્ર ચીમકી ઓ આપી પાણી માં બેસી જાય છે. હવે લોક પ્રતિનિધિ ઓ માં અદોલન કરવા નાં ત્રેવડ રહ્યા નથી. પાંગરી અને નબળી નેતા ગીરી નાં કારણે લોકો નાં પ્રસનો ફક્ત આવેદનપત્ર પૂરતાં જ સીમિત રહી ગયાં છે.દયાદરા થી નબીપુર સુધી માં રોડ ઉપર અનેક ઠેકાણે ફૂટ દોઢ ફૂટ નાં ખાડા પડી ગયા છે.જે રાત્રે સજાણ્યાં વાહનો ચલાવી આવતાં બાઇક સવારો અકસ્માતે ખડામાં પડી જાય છે આ રોડ ઉપર જી આઇ ડી સી વિલાયત તરફ થી ભારદારી વાહનો હાઇવે નબીપુર તરફ અવજા કરે છે.જેના કારણે રોડ ની આવરદા ઘટી જવા પામી છે.રોડ ઉપર નાં ખાડા પુરાણ કરી મરામત કામગીરી હાથ ધરવા લોક માંગ ઉઠી છે.
ભરુચ જિલ્લામાં જાણીતાં દયાદરા રેલવે ફાટક થી નબીપુર સુધી નાં અગિયાર કિલો મીટર નાં માર્ગ બિસ્માર હાલતમાં…
Advertisement