નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું
વડાપ્રધાનને ચૂંદડી અને નારિયેળ મોકલતા નદી કિનારાના લોકો
ભરૂચ જિલ્લાના નર્મદામાતાના કિનારે વસેલ ઝનોર અંગારેશ્વર નિકોરા શુકલતીર્થ તેમજ નર્મદા નદીના પૂર્વ પટ્ટીના ખેડૂતો માછીમારો અને રહીશોએ દેશના વડાપ્રધાનને સંબોધીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવ્યું હતું
ખોડલધામના ટ્રસ્ટી અને અગારેશ્વરના મહેશ પરમારની આગેવાનીમાં શક્તિનાથ સર્કલ થી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ હતી અને ત્યાર બાદ આવેદન પત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં જણાવાયું છે કે નર્મદા જ્યંતી નિમિત્તે નર્મદાને ૩૦૦ મીટર ની ચૂંદડી અર્પણ કરાય છે પરંતુ પાણી સુકાતા આ રિવાજ પૂર્ણ નથતા ધાર્મિક આસ્થા દુભાઈ છે આવનાર તા ૧૨ મી ના રોજ નર્મદા જ્યંતી છે તેથી નદીમાં પાણી છોડવા વિંનતી જેથી ચૂંદડી અર્પણ કરી શકાય ભરૂચ નગર ના અસ્તિત્વ સાથે મનર્મદા સંકળાયેલ છે તેથી અને પાણી સુકાતા નદી કિનારાના ગામોમાં દીપડા અને અન્ય હિંસક પ્રાણીઓના હુમલા વધ્યા છે તેથી નદીમાં પાણી છોડવા વિંનતી કરવામાં આવી છે વન વિસ્તાર નાસ પામી રહ્યો છે માછીમારો ની આજીવિકા છીનવાઈ રહી છે સિંચાઇના અભાવે ફૂલોની ખેતી નાસ પામી રહી છે ઝનોર અને નાદ વિસ્તારમાં ખેડૂતોના પમ્પોમાં પાણી ન આવતા ખેતીને ફટકો પડેલ છે આબધા કારણોસર નર્મદાનદીમાં નીર છોડવાની માંગ કરવામાં આવી છે
નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું
Advertisement