નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સરકાર સામે દેખાવો કર્યો
રાજપીપલા : નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય શાખાના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ ને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે અને આજે તેઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી આમ 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી પહેરી દેખાવો કરશે।
નર્મદા જિલ્લાના 450 થી વધુ કર્મચારીઓ કે જેઓ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ માં આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન ફાર્માસીસ્ટ સહીત કર્મચારીઓ કે જેઓના બઢતી, પગાર ધોરણ, તફાવત, મહેકમ જેવી ઘણી માંગ અવારનવાર સ્થાનિક લેવલે અને રાજ્ય કક્ષાએ આરોગ્ય મંત્રાલય સહીત મુખ્ય મંત્રી ને કરી છે પણ કોઈ હલ આવતો નથી જેથી નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ આજે 21 જાન્યુ થી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી લગાવી ફરજ બજાવી સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. આ કર્મીઓ આગામી 28 જાન્યુઆરી ફરજબજાવાશે પરંતુ તાલુકા જિલ્લામાં રિપર્ટીંગ નહિ કરે, 6 ફેબ્રુઆરી ના માસ સીએલ પર ઉતારશે, અને જિલ્લા મથકે રામધૂન અને સફાઈ કરી વિરોધ પ્રદર્શન કરશે.છતાં પણ જો સરકારે કોઈ મચક ના આપી તો 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી જશે આમ રાજ્યમાં હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે।