ભરૂચના નિકોરા ગામની સીમમાં પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા. ભરૂચ તાલુકાના નીકોરા ગામ ખાતે બપોરે ત્રણ વાગ્યાના સુમારે ખુલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પત્તાપાનાનો જુગાર રમતાં ઝડપાયા હતા જેમની પાસેથી નબીપુર પોલીસે 3470 જપ્ત કર્યા હતા આ બનાવ અંગે નબીપુર પોલીસના જણાવ્યા મુજબ આ ગામની સીમમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા બાતમીના આધારે પોલીસે રેડ કરતા નિકોરા ગામની સીમમાંથી જુગાર રમતા કાળા વસાવા, મહેશ જેસંગ માછી, ભરત પઢિયાર, મહેન્દ્રસિંહ ગોપાલસિંહ ,બાલુ ખોડા, હિતેન્દ્ર વસાવા ,આમ છ આરોપીઓ નિકોરા ગામની સીમમાં ભર બપોરે જુગાર રમતા ઝડપાયા હતા જે અંગે નબીપુર પોલીસે આરોપીની અટક કરી તપાસ આરંભી હતી
અત્રે નોધવું રાહયુ કે કેટલાક દિવસ અગાઉ આર.આર.સેલે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અંગેની માહિતી બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને વિવિધ માહિતીઓ મેળવવાની શરૂઆત કરી હતી .આર.સેલ ને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નીકોરા ,ઝનોર, શુકલતીર્થ તથા અન્ય ગામોમાં વિદેશી તથા દેશી દારૂનો વેપલો ચાલે છે તે સંદર્ભે કાર્યવાહીમાં આર.આર.સેલ ને કોઈ જાજી સફળતા પ્રાપ્ત થઈ ન હતી તેવી લોકચર્ચા ચાલી રહી છે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી આર.આર.સેલની દેખરેખ આ વિસ્તારમાં હતી ત્યાં સુધી કોઈ દારૂ વેચાણ કરતા નહોતા આર આર સેલ ની વિદાઈ આ વિસ્તારમાં થી થતા નબીપુર પોલીસ વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂ વેચાણ કાર્યરત થઈ ગયું હોવાનું કહેવાય છે તેથી એવી શંકા સેવાઈ રહી છે કે સ્થાનિક બુટલેગરોમાં સ્થાનિક પોલીસ એજન્સીઓ એલ.સી.બી ,એસ.ઓ.જી કે નબીપુર પોલીસ સ્ટેશન ના પોલીસની કોઈ બીક કે કાયદાનો ભય જણાતો નથી એ નોંધપાત્ર બાબત છે સ્થાનિક લોકોમાં એવી માંગ ઉભી થઈ રહી છે કે ભરૂચના ડીએસપી આ વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂના ના ગણનાપાત્ર કેસો કરાવશે તેવી આશા સેવાઈ રહી છે અન્ય પોલીસ સ્ટેશનોમાં જે રીતે દારૂ બાબતે એક્શન લેવાય છે તે જ રીતે આ વિસ્તારમાં કામગીરી થાય.