.13મી જાન્યુઆરીએ રાત્રીએ તાળા તૂટ્યા,સવારે ઉઠતા ઘર-દુકાનમાં સમાન વેર-વિખેર જોઈ હોશ ઉડી ગયા,કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
નર્મદા જિલ્લાના કેવડીયામાં ઉતરાયણની આગલી રાત્રીએ 13મી જાન્યુઆરીએ એક કરીયાણા વેપારીની એક જ રાતમાં બે દુકાનો અને 6 મકાનોના તાળા તોડી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 2.31 લાખના મત્તાની ચોરી થઈ હતી.આ મામલે કરીયાણા વેપારીએ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના કેવડિયામાં રહેતા પંકજ ધોળા પટેલ અનાજ કરીયાણાનો ધંધો કરે છે.ગત 13મી જાન્યુઆરીએ રાત્રીના 12 વાગ્યાથી 14મી જાન્યુઆરીના સવારે 6 વાગ્યા દરમિયાન એમની ભુમલિયા શોપિંગ સેન્ટરમાં આવેલી 2 દુકાનો અને 6 મકાનોના કોઈક અજાણ્યા ઇશમે તાળા અને શટલો તોડી પાડ્યા હતા.તેઓ જ્યારે 14મીએ પોતાની દુકાને પહોંચ્યા ત્યારે એમણે શટલો તૂટેલા અને બધો સામાન વેર વિખેર જોયો ત્યારે એમને ચોરીનો અંદાજ આવી ગયો હતો.બાદ એમણે આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,પોલીસે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી 1,11,300 તથા સોનાની ચેન નંગ -2,વીટી નંગ-5,સોનાની કળી જોડ નંગ -1 તથા સોનાની બુટ્ટી ઝુમ્મર સાથે બે જોડ તથા ચાદીના સાકળા ચાર જોડ મળી કુલ રૂપીયા 1,19,800 મળી કુલ રૂપીયા 2,31,100 રૂપિયાના
મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.