Proud of Gujarat
Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા અને વી આઈ પી ટેન્ટ સીટી માં રોકાયેલા સુરતના ડોકટરો ને વી આઈ પી ટેન્ટ સિટીમાં કડવો અનુભવ

Share

કેવડિયા કોલોની

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા અને વી આઈ પી ટેન્ટ સીટી માં રોકાયેલા સુરતના ડોકટરો ને વી આઈ પી ટેન્ટ સિટીમાં કડવો અનુભવ થયો કલાકો સુધી પાણી જ મળ્યું ..ડોકટરે થયેલી તકલીફો નો વિડીયો વાયરલ કર્યો

Advertisement

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓ માટે ટેન્ટસિટી 1 વી આઈ પી કક્ષાની છે પણ ત્યાં રોકાયેલ સુરતના ડોકટરોને કડવો અનુભવ થતા તેમને વિડિઓ સોસીયલ મીડીયા મોકલી અહીંયા પડેલી તકલીફ વિશે જણાવ્યુ હતુ.સુરતના 10 જેટલા ડોકટર પરિવાર આવ્યા હતા ત્યારે ગઈકાલે 12 થી સાંજ 7 સુધી પાણીની તકલીફ પડી હતી .વોસરૂમ થી લઈ વોસ બેસીન ,ટોયલેટ વિગેરેમાં પાણી આવતું ન હતું આ અંગે વિડીયો સેર કરનારા ડોકટરે યતીન કે શાહે જણાવ્યુ હતું કે પાણી માટે તેમના સંચાલકો ને પૂછ્યું તો કહ્યું કે પાણીની લાઈન તૂટી છે.ટેન્કર મંગાવ્યું છે પણ સાંજે લગભગ સાત સુધી અમને પાણી મળ્યું ન હતું .

તેઓ બહાનું બતાવતા હતા કે 10 મિનિટ 20 મિનિટમાં પાણી આવશે તેવું બહાનું બતાવ્યું હતું.વધુમાં તેમને જણાવ્યુ હતું કે સી ક્લસ્ટર માં પાણી આવતું ન હતું કેટલાંક ટેન્ટમાં પાણીનું ગીઝર પણ ન હતું ચાલતું હતું  ડોકટરે જણાવ્યું હતું કે તેઓએ બે વ્યક્તિ નું 14620 રૂપિયા નું વી વી આઈ પી પેકેજ લીઘું હતું


Share

Related posts

ભરૂચનાં ગેલાની કુવા વિસ્તારનાં ઝુંપડાવાસીઓને સીટીસર્વેની નોટીસથી આક્રોશ : સ્થાનિકોએ કચેરીમાં હંગામો કર્યો.

ProudOfGujarat

આડોડીયાવાસમાંથી બે અલગ-અલગ દરોડામાં દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ઝગડીયા જી.આઈ.ડી.સી માં એક કામદારનું પગ લપસી જતા કંપની માં મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!