એમેટી શાળા દ્રારા દર વર્ષે સ્ટુડન્ટ કાઉન્સીલ ની રચના કરવામા આવે છે. આ પાછળ નો હેતુ વિધાથી મા નેતૃત્વ ની ભાવનાનો વિકાસ થાય તે રહેલો છે. એમેટી વિધાથીના હિતમા તેમન તેમના વિકાસ અંગે કાર્ય કરે છે. ત્યારે એમેટી શાળાની સ્ટુડન્ટ કાઉન્સીલ ની શપથ વીધી સમારોહ હતો. કલર ટ્રેક ઈન્ડ્રસ્ટ્રીઝ વિલાયત જિલ્લા ભરૂચના જનરલ મેનેજર ર્ડો.વસી આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થીત રહેલા હતા. આ કાર્યક્રમ મા ગત વર્ષના વિધાર્થીનો સમ્માન સમારોહ હતો. ગત વર્ષના વિધાર્થીઓએ સમ્માન ગ્રહણ કરેલ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૯ માટે પસંદ થયેલ પ્રતિનીધીઓ હોદ્દા પસંદ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન ર્ડો. મહેશ વસી એ સ્ટુડન્ટ કાઉન્સીલ ને માર્ગદર્શન આપી આજના વિધાર્થી ભવિષ્યના નાગરીક અને તેથી દેશનુ ભવિષ્ય બનશે. તેમ જણાવ્યુ હતુ તેમણે નેતૃત્વ વિકસાવવા અંગે ખાસ અપીલ કરી હતી.
Advertisement