ભરૂચ જિલ્લામા સાઈર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે તાજેતરમા ભરૂચ જિલ્લામા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાની સુચના હેઠળ કામગીરી કરતા એલ.સી.બી ઈંચાર્જ પોલીસ ઈન્સ. કે.જે ધડુકે અંકલેશ્વર શહેર પોલીસ ગુ.ર.નં આઈ-૦૪(૨૦૧૯) આપીસી કલમ ૪૦૬ તથા ઈંફોરમેશન ટેકનોલોજી ના દુર ઉપયોગ કરી ગુનો કરનારને સાઈબર ક્રાઈમ ની ટીમના પોલીસ સ્ટાફના માણસો ને શંકમંદ આરોપીની તપાસ અંગે દમણ મુકલવામા આવ્યા હતા. તેઓએ આરોપી મોહન રામદાસ પનીકા હાલ.રહે. પંચાલ ચાર રસ્તા ભીમપુર દમણ મુળ રહે, મધ્ય પ્રદેશ ને ઝડપી પાડતા એલ.સી.બી કચેરી ખાતે લાવી પુછપરછ કરતા તેણે ફરીયાદીની બેંકના એકાઉન્ટ માથી પેટીએમ ઓનલાઈન વોલેટ મારફતે કુલ રૂ.૨૮,૭૦૮ ઉપાડી હોવાની કબુલાત કરી હતી. જેથી આરોપીની અટક કરી અંકલેશ્વર શહેર પોલીસને વધુ તપાસ અર્થે સુપ્રત કરેલ છે.
Advertisement