આગામી અવકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગ ના દોરા થી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા હાથધરાયેલ કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવાામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વ માં છેલ્લા કેટલાક સમયથી પરદેશી દોરા અને પ્લાસ્ટીક દોરીનો ઉપયોગ થઇ રહ્યો છે.જેના કારણે પશુ પંખી અને પર્યાવરણને ભારે નુકશાન થઇ રહ્યું છે.
Advertisement
અબોલ અને નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે.અને મૃત્યુને પણ ભેટે છે.જે બાબતે જન જાગૃતિ કેળવવા પ્રયાસરૂપે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ શ્રવણ ચોકડી થી સંરક્ષણ કચેરી સુધી જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં વન વિભાગ ઉપરાંત વિવિધ જીવદયા અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા .