ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર (આઈફા) દ્વારા તેમની પડતાંત માંગણી બાબતે નાયબ કલેકટર ઝગડિયાને આવેદન પાઠવ્યું.કર્મચારી તરીકે માન્યતા આપો તથા ભારતીય સંમેલન ને ભલામણ લાગુ કરો જેવી માંગ ને લઇ બે દિવસની હડતાલ પર છે.
ઝગડીયા નાયબ કલેકટર ને ઝગડીયા તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હૅલ્પર (આઈફા) અને સેન્ટર ઓફ ઇન્ડિયન ત્રણે યુનિયન્સ ના નેજા હેઠળ ઝગડિયાના નાયબ કલેકટર ને એક આવેદનપત્ર પાઠવી સંગઠનની પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી,
કર્મચારીઓ ને પડતર માંગણીઓ માં ૪૫ અને ૪૬ ભારતીય સંમેલન ને ભલામણ લાગુ કરવાની માંગ, રૂપિયા ૧૮૦૦૦ લઘુત્તમ વેતન આપો, કર્મચારી તરીકેની માન્યતા આપો, રૂપિયા ૬૦૦૦ ઓછામાં ઓછું લઘુત્તમ પેન્શન તથા સમાજ સુરક્ષાના બધા જ લાભો આપવાની માંગ, સરકારી યોજના અને આઇસીડીએસ નું ખાનગીકરણ કરવામાં ના આવે, બજેટમાં યોજનાઓ માટે જરૂરી અને પૂરતી આર્થિક ફાળવણી કરવામાં આવે, રાજ્ય સરકાર સમક્ષ રજુ કરાયેલ માંગણીઓ માટે બેઠક યોગી તેનો ઉકેલ લાવવો.
આવેદનપત્ર આપવા માટે ઝગડીયા તાલુકાની સમસ્ત આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.