નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
ત્રણ મહિના બાદ યોજાનાર લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મોદી સરકારે સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
મોદી નો માસ્ટર સ્ટ્રોક…
લોકસભા ની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન મોદીએ લીધેલા સવર્ણો આપવાના નિર્ણય થી કેટલો અને કેવો ફાયદો થાય છે એ તો આગામી ચૂંટણીઓમાં જ ખબર પડશે..પરંતુ એક વાત અહીં નોંધાવી રહી છે.મોદી ના નિર્ણય બાદ વિપક્ષ મુંજવણ અનુભવે તેવી બાબતો નકારી શકાય તેમ પણ નથી…
ચૂંટણીઓ વહેલી આવશે..!!
આરક્ષણ મુદ્દે મોદી સરકાર ના કેબિનેટમાં અચાનક થયેલ નિર્ણય બાદ લોકસભા ની ચૂંટણીઓ ગણતરીના મહિનામાં આવી જાય તેવી બાબતો પણ હાલ લોકો વચ્ચે ચર્ચાસ્પદ બની છે…