Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમેં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગની મુલાકાત લીધી

Share

માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિનામૂલ્યે તાલીમ વર્ગની આજરોજ રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમેં મુલાકાત લીધી હતી.

Advertisement

માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ઘ્વારા નીલકંઠ ઉપવન ખાતે સરકાર ઘ્વારા લેવાનાર તલાટી તથા બિનસચિવાલય કલાર્કની પરીક્ષા આપનાર યુવાન અને યુવતીઓ માટે તાલીમ વર્ગોની ૧લી જાન્યુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, રિઝનિંગ, બંધારણ અને સમાનયજ્ઞાન ઉપર માર્ગદર્શન આપી રહ્યા છે. જેમાં બે બેચમાં તમામ વર્ગના ૨૦૦ જેટલા યુવાન અને યુવતીઓ તાલીમનો લાભ લઈ રહયા છે.
તાલીમ દરમિયાન રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે વર્ગની મુલાકાત લીધી હતી. ધનજીભાઈ પરમાર અને નરેશ ઠક્કરની ઉપસ્થિતિમાં અનિલ પ્રથમ તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વખત તમામ વર્ગના યુવાન અને યુવતીઓ માટે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરિક્ષાઓના તાલીમ વર્ગ શરૂ થતાં અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે બંને સંસ્થાઓના અભિગમને આવકારી યુવાન અને યુવતીઓને ધનજીભાઈ પરમાર અને નરેશ ઠક્કરના પ્રયાસોને પરિણામ સુધી પહોંચાડવાની અપીલ કરી શુભેચ્છાઓ આપી હતી.


Share

Related posts

હર ઘર તિરંગા અંતર્ગત વડોદરાના વાડી શનિદેવને દેશભક્તિના હિંડોળા કરાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકોને અનેક સુવિધા આપવામાં આવી.

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!