(રાજપીપળા,વિશાલ મિસ્ત્રી):નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં મોડી રાત્રે કુદરતી હાજતે ગયેલ સગીરાની ગામના જ બે સગા ભાઈઓએ છેડતી કરી હતી.આ મામલે સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરાઈ હતી,ફરિયાદ બાદ બે ભાઈઓ પૈકી એક વાઘોડિયાના કૌશલ રમેશ બારોટની આમલેથા પોલીસે 2 મહિના બાદ ધરપકડ કરી છે.પકડાયેલ આરોપીનો ભાઈ ભાવેશ હજુ ફરાર છે.ભાવેશે પણ આ પહેલા ભોગ બનનારની છેડતી કરી હતી જો કે ભાવેશ હજુ ફરાર છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્ટોબર માસમાં નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામના કૌશલ રમેશ બારોટે મોડી રાત્રે કુદરતી હાજતે ગયેલી 12 વર્ષીય સગીર બાળાને અંધારા અને એકલતાનો લાભ લઈને પોતાના ઘરના ધાબા પર લઈ જઈને જબરજસ્તી શારીરિક છેડછાડ કરી હતી.તો આ ઘટનાનાં 15 દિવસ પહેલા જ આજ સગીરા સાથે કૌશલના ભાઈ ભાવેશે પણ મોડી રાત્રે શારીરિક છેડછાડ કરેલ પરંતુ તે વખતે સગીરાએ બીકના માર્યા મૌન સેવ્યું હતું.પરંતુ બીજા ભાઈએ પણ આજ રીતે છેડતી કરતા ભોગ બનનાર સગીરાના માતા પિતા આ જોઈ જતા સમગ્ર મામલો બહાર આવતા જ ભોગ બનનાર બાળાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં બંને આરોપી ભાઈઓ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ બંને ભાઈઓ ફરાર થઈ ગયા હતા.નર્મદા પોલીસે બંને ભાઈઓની ભારે શોધખોળ કરી હતી.દરમ્યાન બંને એ પોતાના વકીલ મારફતે રાજપીપલા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.પરંતુ કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને આગોતરા જામીન ફગાવી દીધા હતા.જે બાદ આરોપી કૌશલ બારોટની આણંદ તારાપુર ચોકડી પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે.તો અન્ય ફરાર આરોપી ભાવેશ હજુ પણ ફરાર છે,અને નર્મદા પોલીસ તેની શોધખોળ કરી રહી છે.