સમગ્ર સુરત જીલ્લામાં ભુમાફિયાઓ બેફામ બની ગયા છે ગમે ત્યાં ખોદકામ કરી માટી કાઢી નફો કમાઇ લેવાની લાલચ જણાતા સુચી જીલ્લાના ગામે-ગામ માટી ખોદકામ થઇ રહ્યુ છે.આવા ભુમાફિયા પૈકી કેટલાક સુરત જીલ્લાના ગામોને પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે.આવો જ એક કિસ્સો હાલમાં બન્યો છે જે સમગ્ર જીલ્લામાં તપાસનો વિષય બન્યો છે.નવાઇ ની બાબત તો એ છે કે માટી ખોદ કામ કરતા કરતા માનવ કંકાલના અવશેષ મળી આવતા તંત્ર દોડતુ થયું બાકી સબ સલામત, તો ગજવા સલામતની રીતી નીતી અધિકારીઓ અપનાવી રહ્યા હતા જેમ કે માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે ગામના ગામીત ફળીયાથી ગવાસી તરફ જતા રસ્તામાં ગામીત સમાજનું સદીઓ પુરાણુ સ્મશાન આવેલ છે.ભુમાફિયાઓએ સ્મશાનને પણ ન છોડતા ખુબ ઉંડુ ખોદકામ કરી નાખ્યુ જેથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા જેથી તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.બીજી બાજુ ગામીત સમાજમાં દુ:ખ સાથે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.કોણ હતા આ ભુમાફિયાઓ અને કોની પરવાનગીથી ખોદકામ કરાતુ હતુ.અત્યાર સુધી તંત્રના અમલદારો કેમ ચુપ રહ્યા આ બધી બાબતો તપાસનો વિષય બની ગયો છે.આ જમીન કોની છે જો ખાનગી જમીન હોય તો માનવ કંકાલ ના અવશેષો આવ્યા ક્યાંથી…શું કેટલાક લોકો આ જમીનને ખાનગી જમીનમાં ખપાવી રહ્યા છે કે આ જમીન ગામીત સમાજના સ્મશાનની છે ?? ચર્ચાઓ અનેક ચાલી રહી છે.શું છે વાસ્તવિક બાબત તે અંગે થોભો અને રાહ જુઓ…..