પંચમહાલ- રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા ગોધરા તાલુકાના ગદુકપુર ગામે એક ખેડુતની જમીન તેની જાણ બહાર પચાવી પાડવાનુ કાવતરુ બહાર આવતા ખેડુતે પાંચ ઈસમો સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા જીલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. ગોધરા શહેરની આસપાસ આવેલી ગ્રામ્ય વિસ્તારની જમીનો ઉપર ભુમાફિયાઓની નજર રહેતી હોવાનુ આ સમગ્ર બનાવ પરથી પ્રતિત થાય છે. આ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.
પ્રાપ્ત વિગતો અનૂસાર વિગતો ગોધરા તાલુકાના ગદુકપુર ગામ( નવી વસાહત) ખાતે રહેતા ખેડુત વજેસિહ સબુરભાઈ શિકારી પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. તેમને ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે આપેલ ફરિયાદમા જણાવ્યા અનુસાર તા ૨૮/૧૨/૨૦૧૮ના રોજ ગોધરા મામલતદાર કચેરી ખાતે આવેલી ઈ-ધરા કેન્દ્ર ખાતે જમીનના નમુનાની નકલો કઢાવવા ગયા હતા જેમા નકલોના નમુના નંબર -૬માં તેમની જમીન નીપાબેન મયુરકુમાર નવનીત લાલ શાહના નામે વેચાણ આપેલ હોવાની કાચી નોધ થયેલ હતી.આથી તેમને નકલોની વિગત તેમના મોટાભાઈ શનાભાઈને બતાવી હતી. શનાભાઈએ વજેસિંહભાઈના પત્નીને અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે એક દિવસ મુકેશભાઈ બાબુભાઈ સોલંકી નામનો છોકરો આવ્યો હતો, પોતે હમીરપુર ગોધરાનો હોવાનુ જણાવ્યુ હતુ.પોતે વજેસિંહભાઈનીપત્નીને જણાવ્યુ હતુ કે તમારી જમીનનોદસ્તાવેજ કરેલો લાગે છે. અને વેચાણ દસ્તાવેજમાં ચોટાડવામા આવેલો ફોટો તમારા પતિનો છે. તે વેરીફાઈ કરવાનુ છે.જેથી તેમનો ફોટો આપો તેમ કહેતા વજેસિંગનો ફોટો આપતા પાડી લીધો હતો.ત્યારબાદ આપી દીઘો હતો. આ મામલે તા ૨૯/૧૨/૨૦૧૮ના રોજ આ મામલે મામલતદાર શ્રી ઈધરાને અરજી આપી તેની એક નકલ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પણ આપી તેમજ ગોધરાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીનના વેચાણની નકલ માંગતા તે નકલમા જમીનની વેચાણનો દસ્તાવેજ થયો હતો.જેમાદસ્તાવેજના પહેલા પાને વજેસિહનો ફોટો લગાવ્યો હતો અને વેચાણ લખી આપનાર તરીકે પણ પોતાનુ નામ લખી આપ્યુ હતુ.વેચાણ તરીકે લેનાર નીપાબેન મયુરકુમાર નવનીતભાઈ શાહની દિકરી અને તે અનલ કુમાર અશ્વિનલાલ શેઠની સધવા પત્ની રહે.વૃંદાવનનગર બામરોલીરોડ, ગોધરાનુ નામ સરનામુ લખેલ હતુ.જેમા સાડા ત્રણ એકર જમીનમાથી એક એકર જમીન મે ૧૮.૦૦.૯૧૫ લાખ રુપિયામા વેચાણની હકીકત લખેલ છે.વેચાણના દસ્તાવેજના છેલ્લા પાને વજેસિંહભાઈ ભણેલા હોવા છતા તેમના નામના અંગુઠા જોવા મળ્યા તેમજ પોતાના ફોટાની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિનો ફોટો તથા અંગુઠા જોતામામાં વજેસિંહભાઈનુ નામ લખી આપવામા આવેલ હતું,વજેસિહ ભાઈએ ફોટાવાળી વ્યકિતની તપાસ કરતા તે સબુરભાઈ નાયક રહે દયાળ ગામ તા ગોધરા હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમને પોતે ઓળખતા પણ નથી.અને વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકની ઓળખાણ આપનાર તરીકે (૧) હરીજન પ્રકાશકુમાર બાબુલાલ રહે હમીરપુર, તા ગોધરા, (૨) બારીયા નીરવકુમાર મનહરભાઈ રહે હમીરપુર ગોધરા. નાઓનું નામ લખેલ છે. આ બંનેને તેઓ ઓળખતા નથી. આ દસ્તાવેજલખાવ લેનાર નીપાબેનને પણ વજેસિહ મળ્યા નથી. આથી આ અગે મુકેશભાઈ બાબુભાઈ સોલંકીરહે હમીરપુર તા ગોધરા, તથા તેની સાથે જમીનદલાલીનો ધંધો કરતો તથા જમીનનો વેચાણનો દસ્તાવેજ કરતી વખતે જમીન માલિક તરીકે સબુરભાઈ નાયકને સબ રજીસ્ટ્રાર કચેરીએ લાવવા માટે મદદ કરનાર પરેશભાઈ પ્રભાતભાઈ બારીયા રહે કાસુડી જાફરાબાદ તા ગોધરા તથા વેચાણ દસ્તાવેજમા માલિકની ઓળખાણ આપનાર હરીજન પ્રકાશકુમાર, બારીયા નીરવકુમાર મનહરભાઈ તથા વજેસિહના નામથી ગોધરા સબ રજીસ્ટ્રાકર કચેરીમાં જમીન માલિક તરીકે હાજરરહેલા સબુરભાઈનાયક રહે દયાળ તા ગોધરાનાઓએ પુર્વઆયોજીત કાવતરૂ રચીને જમીન જાણબહાર વેચીનેબનાવટીદસ્તાવેજકરી જમીનવેચાણની નોધ કરાવીને ઠગાઈ કરેલ હોઈ ઉપરોક્ત ઈસમો સામે પોલીસ ફરિયાદ ખેડુત દ્વારા ગોધરા બી ડીવીઝનમાં આપવામા આવત તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરુ કરવામા આવ્યો છે.