સમાજને સંગઠિત થવા હાકલ……
અંક્લેશ્વર ખાતે સમસ્ત અંક્લેશ્વર બ્રહ્મસમાજના વાર્ષિક સ્નેહમિલનનુ આયોજન ભરૂચીનાકા સ્થિત જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતુ.
સમસ્ત અંક્લેશ્વર બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહમાં નવચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પ્રખ્યાત કથાકાર વિનોદ ભટ્ટ આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ભુતપુર્વ પાલિકા પ્રમુખ ભુપેન્દ્ર જાની,રેણુકાબેન રાવલ,રજનીકાંત રાવલ,ભરૂચ જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ લલિત શર્મા, પત્રકાર તથા સામાજીક અગ્રણી હરીશ જોષી,કૌશલ ગોસ્વામી તેમજ અંક્લેશ્વર બ્રહ્મસમાજ પ્રમુખ હીરેન જોષી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજનાં સભ્યો-આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વક્તાઓએ બ્રહ્મસમાજને સંગઠિત થવા હાકલ કરી હતી.પુર્વપાલિકા પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ હાલમાં રાજસ્થાન ખાતે યોજાયેલ રાષ્ટ્રીયબ્રહ્મસમાજ સંમેલનનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે આ સંમેલનને પગલે ૧૩ ના બદલે ૨૦ બ્રાહ્મણ આગેવાનો વિધાનસભાની ચુટણી જીત્યાં.આ જ સંગઠનની તાકાત છે.અન્ય વક્તાઓએ પણ ગુજરાત જે રીતે બ્રહ્મસમાજને રાજકિય રીતે અને અન્ય ક્ષેત્રમાં અવગણીને હાંસીયામાં ધકેલી હોવાયો છે એની સામે સંગઠિત થઇ આધિકારો માટે જાગ્રુત બનવા હાકલ કરી છે …