(કાર્તિક બાવીશી ) ૩૧મી ડિસેમ્બર અનુસંધાને વલસાડ જીલ્લા પોલીસ વડા સુનિલ જોષીના આદેશ દારૂબંધીનો કડક અમલ કરાવવા આપેલી સુચના અંતર્ગત તમામ પોલીસ મથકોના અધિકારીઓ પોત પોતાની ટીમો સાથે છેલ્લા પાંચ દિવસથી વાહન ચેકીંગ, દારૂની ડ્રાઇવ, જૂગારના દરોડ તેમજ બ્રેથ એનલાઇઝરની મદદથી વાહન ચાલકોને તપાસી રહ્યા છે. તેમજ કારમાંથી કાળી ફિલ્મો દૂર કરાવવાની કામગીરી કરી રહ્યા છે. શનિવારે મોડી રાત સુધી ઠેર-ઠેર આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં દારૂ પી વાહન હંકારતા શખ્સો અલગ-અલગ જગ્યાએ પકડાયા હતાં. પોલીસ સતત કડક ચેકીંગ ઝુંબેશ આજે રવિવારે અને આવતીકાલે ૩૧મીએ પણ યથાવત રાખશે. શાંતિપૂર્વક રીતે નવા વર્ષના વધામણીની રાત્રે લોકો ઉજવણી કરી શકે એ માટે થઇને પોલીસ છેલ્લા પાંચ દિવસથી આ ઝુંબેશ ચલાવી રહી છે. ૩૧મી ડિસેમ્બર પછી પણ પોલીસ સમયાંતરે દારૂની ડ્રાઇવ અને વાહન ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખશે.
૩૧મી ડિસેમ્બર અંતર્ગત શનિવારે મોડી રાત સુધી ઠેર-ઠેર વલસાડ જીલ્લા પોલીસે કર્યુ ચેકીંગઃ આજે અને આવતીકાલે પણ યથાવત રહેશે કામગીરી
Advertisement