(કાર્તિક બાવીશી )પોલીસ પછી અમે પણ માનવી છીએ લોકોની સમસ્યા સોલ કરવી તે અમારી પહેલી ફરજ છે – એસપી સુનિલ જોષી
વલસાડમાં રેન્જ આઈજી સાહેબના લોકદરબારમાં ઉઠી ‘જેલ ‘ની ચર્ચા
વલસાડ જીલ્લા પોલીસ હેડક્વાટરમાં સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા લોકોના પ્રશ્નો રેન્જ આઈજી સાહેબે સમજ્યા હતા જેમા ટ્રાફિકનો મુદો ઉઠ્યો હતો જેમા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ લોકોના પ્રશ્નો ટ્રાફિકની સમસ્યા અંગે પ્રશ્ન સોલ કરવા અને કઈ સમસ્યા હોઈ તો મારો સીધો કોન્ટેક્ટ કરી શકો છો તેવું જણાવ્યું હતું જયારે વલસાડ જીલ્લામાં જેલના હોવાથી પોલીસ જવાનો પરેશાન થતા હોઈ છે ને વધુ માં સરકારી નાણા વધુ વપરાતા હોઈ છે તે મુદો ઉઠ્યો હતો આ બાબતે સ્થાનિક નાગરિકોએ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજવાત કરી છે તેવું જણાવ્યું હતું છતા પણ પ્રશ્ન કેમ સોલ થતો નથી તે મુદો ચગ્યો હતો સુરત રેન્જ આઈજી એક લોકોની સમસ્યા સમજનાર અધિકારી છે લોકોના પ્રશ્નો નિકાલ કરવા આ અધિકારી સમજે પણ છે જયારે ટ્રાફિક પ્રશ્નો તેમજ લકઝરીની અવર જવરથી લોકો પરેશાન થતા હોઈ છે તેવું લોકોએ જણાવ્યું હતું જેમા તરત જ સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન એ કીધું કે મને સીધી જાણ અથવા મને વોટ્સપ ફોટો મોકલી શકો છો પણ લોકોએ પણ પોલીસને સાથ સહકાર આપવો એ પણ જરૂરી છે અમુક બુધીજીવી પોતાને વધુ સમજતા હોઈ છે પણ તે કેટલું કાયદાનું પાલન કરે છે તે પણ જોવું જોઈએ આક્ષેપ કરવો તે સહેલું છે પણ પોલીસ ને મદદ કરવી તેટલી સહેલી નથી વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા લોકોના પ્રશ્નો રજૂઆત સાથે જ તેનો નિકાલ કેમ કરવો તે સમજે છે લોક દરબારમાં લોકોનો પ્રશ્નો સર્વોચ્ચ આઈજી રાજકુમાર પાંડિયને સમજ્યો હતો અને તેના નિકાલની પણ ખાત્રી આપી હતી