.
ગુજરાત રાજ્યની બોર્ડર ગણાતી ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસે બ્રેથ એનેલાઈઝર થી નસેબાજોને ચેક કરી રહી છે.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે.ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં હેરાફેરી ન થાય તે માટે નર્મદા જિલ્લા એસ.પી મહેન્દ્ર બગડિયાની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.ખાસ કરીને મહારાષ્ટમાંથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.સ્થાનિક પી.એસ.આઈ અને પી.આઇ દ્વારા સધન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે,સાથે માદક પદાર્થ મહારાષ્ટ્રમાંથી અને નર્મદા ડેમ વિસ્તારના પાછળના ભાગે થઈ બિનઅધિકૃત રીતે આંતરરાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા ના કરી શકે એ માટે સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધર્યું છે.ખાસ કેટલાક યુવાનો મહારાષ્ટ્રમાથી દારૂનો નશો કરીને આવે છે તેમના પર પણ તવાઇ બોલાવીને બ્રેથ એનેલાઇઝરથી એવા યુવાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
આ બાબતે સાગબારા પો.સ.ઈ યોગેશ સિરસાઠે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડાની સૂચનાથી અમે હાલ ધનસેરા ચેકપોસ્ટ પર ચેકીંગ કરી રહ્યા છે.ખાસ કરીને હાલ 31મી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે પર પ્રાંતીયો નશીલો પદાર્થ ન ઘુસાડે એ માટે ચકિંગ કરી રહ્યા છે.અને દરેક ગાડીનું ચેકીંગ કરવામાં આવે છે.સાથે નસેબાજોને ઝડપવા બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી જો શંકાસ્પદ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ ઝાડપયો નથી.