‘એ’ ડિવીઝન પોલીસ દ્વારા નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો….
રિઢા ગુનેગારના નામે વિવિધ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના…..
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમાની સુચના હેઠળ ઇંચા. પી.આઇ. એન.આર.ગામીત અને સ્ટાફ તથા સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીના આધારે કામ કરતા સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૩૦/૧૮ ઇપિકો કલમ ૪૫૪,૩૮૩,૧૧૪ મુજબ ના ગુનાનો નાસતો ફરતો આરોપી સુરેશ ઉર્ફે સુર્યો ઉર્ફે રાજુ ભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે.ભીડભંજનની ખાડી,હનુમાનજી ના મંદીર પાસે,ભરૂચ.ને ભારતી ટોકિઝ વિસ્તાર ભરૂચ ખાતે થી પકડી પાડવામા આવ્યો હતો.રાજુ પરમારની પુછપરછ કરતા તેણે વિવિધ ચોરીના ગુનાની કબુલાત કરી હતી જેમ કે સુરત શહેર અલગ અલગ જગ્યાએ થયેલ ગુના જેમ કે મની એક્ષચેંજ ની દુકાનમાં,હાર્ડવેરની દુકાનમાં,કાપોદ્રા બ્રિજ નિચે પ્લાસ્ટિકની દુકાનમાં,બીજી એક પ્લાસ્ટિક ની દુકાનમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જ્યારે નવસારીની એક લેપટોપની દુકાન માથી ૮ લેપટોપ તથા વીવો કંપની ના મોબાઇલની ચોરી ની કબુલાત કરી હતી.ભાવનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જેમ કે ચોકડી પાસે સિગરેટની દુકાનમાં,એસ.ટી.ડેપોની બાજુમાં આવેલ સિગરેટની દુકાનમાં,શાક માર્કેટ પાસે સિગરેટના કાર્ટુનની ચોરી કરેલ છે.વડોડરા શહેર માથી હુંડાઇ કંપનીની ફોર વ્હિલ ગાડી,એક સિગરેટના ગોડાઉન માથી સિગરેટના પાર્સલની ચોરી તથા કરયાણાની દુકાન માથી ચોરી,તથા મોબાઇલની દુકાન માથી ચોરી,ટુલ્સ ની દુકાન માથી ગ્રાઇન્ડર નં-૨ની ચોરી,હેવલ્સ કંપની ની ઇલેક્ટ્રિકની દુકાન માથી ગિઝર નંગ -૪ ની ચોરી કરી હતી.અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જેમ કે એક મેડિકલ સ્ટોર માથી રોકડા રૂપિયાની ચોરી,સબવે ના સ્ટોર માથી નાની-મોટી તીજોરી તોડી રૂ.-૭૭૦૦ ની ચોરી તેમજ એસ.જી. હાઇ વે પાસે કંપ્યુટર ની દુકાન માથી હાર્ડડિસ્ક તથા રેમની ચોરી,સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રમકડા ની દુકાન માથી રોકડા ની ચોરી કરી હતી.સેલવાસ ખાતે વાઇન શોપ માથી આશરે રોકડા ૭૦૦૦ રૂપિયા ની ચોરી તેમજ મોબાઇલની દુકાન માથી સેમસંગ કંપની ના ૪ મોબાઇલ તેમજ મેડિકલ સ્ટોર નું શટર તોડવાની કોશિશ કરેલ છે …..