વાહનોની ઉઠાંતરી ના સાધનો ઝાડપાયા…..
ભરૂચ એલ. સી. બી. એ છ ગુના નો ભેદ ઉકેલ્યો ….
ભરૂચ જીલ્લાના પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી.ના ઇંચા. પી.આઇ. કે.જે.ધડુકના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.એસ.ચૌહાણ પોલીસ સબ ઇંસ્પેક્ટર એ અલગ અલગ ટીમો મળેલ બાતમીના આધારે બનાવી હતી.તેઓ નબીપુર પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બે શકમંદ ઇસમો જેમાં (1) યાકુદ સદ્દામ કૈયુબ પઠિયા ઉર્ફે. યાકુબ વેજલિયો, ધંધો-ડ્રાઇવિંગ, મુળ રહે.-ગોધરા, હાલ રહે.-વેજલપુર. અને (2) યુનુસ રમજાની યુસુફ આલમ રહે.ગોધરા, જીલ્લો-પંચમહાલ. શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેમની પુછપરછ કરતા તેમણે દહેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-58/17, ભરૂચ ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-45/18, અંક્લેશ્વર શહેરપોલીસ સ્ટેશન ગુ.ર.નં.-200/18, ભરૂચ ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.- 106/18, કામરેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-234/17 તેમજ આજ પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં.-238/18 તમામ ગુના ઇપીકો કલમ 379 મુજબ આ પકડાયેલ ઇસમો પાસેથી ટાટા ઇંડિકા કાર જી.જે.-06 સી.બી.-7515,ટ્રકની ચાવીઓ નંગ-11, જુદી જુદી સાઇઝના પાના નંગ-31, પક્કડ-1, કાતર-1, સોયો-1,ટ્રકના ફ્યુઝ-1, મોઢે પહેરવાના માસ્ક-1, એલ.ઇ.ડી. બલ્બ-4, કારની ડીકી માંથી એક ગેસ નો બોટલ અને એક બેટરી મળી કુલ રૂપિયા-110590 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ પકડાયેલા ઇસમો તેમના સાગરિકો સાથે મળી તેમની રેકી કરી વાહનોની ઉઠાંતરી કરતા હતા.બન્ને આરોપીઓ અગાઉના ગુનાઓ માં ઝડપાયેલા હોવાથી રિઢા ગુનેગારો છે…..