વલસાડ જીલ્લામાં લોકોની ‘સુરક્ષા’ કવચ આપતા પોલીસનો ઠંડી સામે ‘જંગ’ ગાત્રો થીજાવતી ઠંડી સામે ખુલ્લા આકાશમાં રહેતા પોલીસ જવાનો માટે એક તરફ દારૂના તસ્કરો બીજી તરફ ટાઢોડું
(કાર્તિક બાવીશી , તસ્વીર કમલેશ દૂધરેજીયા )લોકો, વેપારીઓ ગાત્રો થીજાવતી ઠંડી સામે પોતપોતાના નિવાસસ્થાનોમાં પુરાઈને ગોદળા ઓઢી નિરાંતે રાત્રી પસાર કરે છે પરંતુ પોલીસ જવાનો લોકો માટેની જવાબદારી નિભાવવા હાડ ગાળી નાખે તેવી ઠંડીમાં પણ લોકો માટે રાત્રી પસાર કરતા હોય છે. આવા લોકો માટે રાત્રીની એક એક પળ એક એક ભવ જેવી પસાર થતી હોય છે ફરજ પર કર્તવ્યનિષ્ટ ફરજ પણ પોલીસ જવાનો ભૂલતા નથી વલસાડ જીલ્લામાં એકત્રીસ ડિસેમ્બર પહેલા પોલીસની બાજ નજરથી દારૂના તસ્કરો સામે પોલીસની જંગ ‘ વિજય’ રૂપી છે વલસાડ જીલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શનથી વલસાડ જીલ્લામાં દારૂના દુષણ પર રોક લાગી છે એમ જ સુરત રેન્જમાં ફરજ બજાવતા રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન પણ તેની કામગીરીથી બુટલેગરો ઠંડીની માફક થર થર કાંપે છે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનએ દારૂના દૂષણ તેમજ અસામજિક પ્રવુતિ કરનારને પણ મૂક્યા નથી લોકોની ફરિયાદને સર આંખો પે રાખી તેનો નીકાલ પણ આ અધિકારીએ કર્યો છે કોઈ પણ માણસ આ અધિકારીના દરબારમાં તેનો પ્રશ્ન મૂકેને નીકાલ આ અધિકારી ના લાવે તેવું બન્યું નથી દમણથી વલસાડ જીલ્લામાં પસાર થવા માટે પારડી ચેક પોસ્ટ પર પોલીસની ફરજ અભિનંદનને પાત્ર છે વલસાડ જીલ્લામાં એલસીબી , પારડી , સિટી , રૂરલ , ડુંગરી , વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની મહેનતે દારૂનો ધંધા કરનારની ખેર રાખી નથી તેને ‘ ખેરવી ‘ નાખ્યા છે