ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનો નાણાકિય વ્યવહાર ઠપ….
ગુજરાત બેંક વરકર્સ યુનિયન દ્વારા અપાયેલ આદેશ ના મુજબ ભરૂચ જીલ્લામાં વિવિધ રષ્ટ્રીય ક્રુત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડતા ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનું નાંણાકિય કામકાજ ઠપ થઇ ગયેલ હતુ.નાતાલનાં બીજા દિવસે બેંક હડતાલ હોવાના પગલે વધુ અસર પડી હતી. બેંકો ના કર્મચારીઓના જણાવ્યા અનુસાર બેંકોમાં મર્જરની જરૂરીયાત નથી તેમ છતા મર્જર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.મોટા પ્રમાણમાં ધીરાણ લેતા ઉધ્યોગપતીઓ માટે બેંકને મર્જર કરવાની જરૂરી છે એમ સરકાર માને છે પરંતુ મોટુ ધીરાણ એટલે મોટુ જોખમ તેની સામે સરકાર એવી દલીલ કરે છે કે એકત્રીકરણ કરવાથી બેંક મજબુત બનશે. પરંતુ એ ધારણા સાચી નથી આજ દલીલ સાથે ૬ બેંકો એસ.બી.આઈ માં મર્જ કરવામાં આવી પરંતુ એસ.બી.આઈ કોઈ મોટી બેંક બનેલ નથી. તે અંગે મર્જર કરવાની પ્રકિયા અંગે યોગ્ય વિચારણા જરૂરી છે. મર્જર કરવાથી બેંક મહકાય બનશે અને હરીફાઈ કરવા સક્ષમ બનશે. પરંતુ તેવી માન્યતા સાચી નથી. બેંક મર્જર થશે તો કર્મચારીઓ ફાજર થશે. અને નોકરી જોખમમાં મુકાશે તેથી આ એકત્રીકરણ આ હડતાલ દ્રારા કર્મચારીઓએ હડતાલ પાડી પોતાની લાગણી વ્યક્ત કરી છે. બેંકોનુ મર્જર બંધ કરો. ડુબત રેહાણી વસુલાત કરો દેશની પ્રજાનુ ધ્યાન અન્યત્ર ન દોરો તે સુત્રો સાથે આજ રોજ હડતાલ પાડવામાં આવી છે.